________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૦૧
ક્રિયા સહિત સાધુની આકૃતિ રૂપે અથવા આકૃતિ રહિત સ્થાપના કરવી અથવા આવશ્યક સૂત્રને પાઠ લખો તે સ્થાપના આવશ્યક કહેવાય છે.
હાથ જોડેલ અને ધ્યાન લગાવેલ આવશ્યક ક્રિયા કરનારનું રૂપ તે જે સદ્દભાવ સ્થાપના છે તો પછી પદ્માસનયુક્ત, ધ્યાનારૂઢ, મૌનાકૃતિ, શ્રી જિનમુદ્રાસૂચક પ્રતિમા તે સ્થાપનાજિનકેમ કહેવાય નહિ?
જે પ્રતિમા તે સ્થાપનાજિન નહિ તે પૂર્વોક્ત સ્વરૂપ આવશ્યક પણ સ્થાપના આવશ્યક કહેવાય નહિ એમ કરવા જતાં શ્રી અનુગ દ્વાર સૂત્રના પાઠને અ૫લાપ કેમ નહિ થાય?
સૂત્રના પાઠને લેપ કે અપલા૫ જેને નહિ કરવો હોય તેને તો શ્રી જિનસ્વરૂપ પ્રતિમાને સ્થાપનાજિન તરીકે નિઃ સંશયપણે સ્વીકારવી જ પડશે.
સૂત્રો અક્ષરોની સ્થાપના જ છે સ્થાપનાને નિરર્થક ગણવામાં આવે તે જૈન ધર્મના તમામ સૂત્ર સિદ્ધાંત પણ નકામા થઈ જાય. કારણ કે તે પણ શ્રી વીતરાગદેવના અરૂપી જ્ઞાનના અંશરૂપી અક્ષરની સ્થાપના જ છે. અને જે સૂત્ર સિદ્ધાંતને લોપ થાય તે પછી જૈન ધર્મને પણ લોપ જ થઈ જાય.
જેઓને ધર્મના લેપક ન બનવું હોય તેઓને સ્થાપનાની અવગણના કરવી કેઈ પણ પ્રકારે પાલવે એમ નથી.
જેમ નામની સાથે ચારે નિક્ષેપા જોડાયેલા છે તેમ સ્થાપનાની સાથે પણ ચારેય નિક્ષેપા જોડાયેલા છે. જે એમ ન હોય તો વાઘનું ચિત્ર જેવાથી બકરીનો ખ્યાલ આવો જોઈએ અને બકરીનું ચિત્ર જોવાથી વાઘને ખ્યાલ આવવો જોઈએ. પરંતુ તેમ થતું નથી કારણકે ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org