________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૩
૪૧૫
જબૂદીપ, ભરતક્ષેત્ર, મેરુપર્વત, હાથી, ઘેડ ઇત્યાદિ વસ્તુઓ છે. તેઓને જેમ સાક્ષાત જેવાથી બંધ થાય છે તેમ તેના નામ, આકાર આદિ જોવા સાંભળવાથી પણ તે વરતુઓને બંધ થાય છે. ઉપાદેય વસ્તુના નિક્ષેપ
હેય અને રેયની જેમ ઉપાદેય વસ્તુ પણ ચારે ય નિક્ષેપાથી ઉપાદેય બને છે.
શ્રી તીર્થકર દેવ જગતમાં પરમ ઉપાદેય હોવાથી તેમના ચારે નિક્ષેપ પણ પરમ ઉપાદેય બને છે. સમવસરણમાં બિરાજેલ સાક્ષાત શ્રી તીર્થંકરદેવ ભાવનિક્ષેપે પૂજનીક છે. માટે “મહાવીર' ઇત્યાદિ તેમના નામને પણ લોકો પૂજે છે. વૈરાગ્ય મુદ્રાએ યુક્ત, ધ્યાનારૂઢ અવસ્થામાં રહેલી તેમની પ્રતિમાને પણ સ્થાપના નિક્ષેપથી લોકો પૂજે છે. તથા દ્રયનિક્ષેપે તેમના જન્મ તથા નિર્વાણ અવસ્થાને પણ ઇંદ્રાદિક દેવો ભક્તિભાવને નમે છે, પૂજે છે અને તેને સત્કાર વિગેરે કરે છે.
એથી ઊલટું--અન્ય દેવોને ભાવનિક્ષેપો ત્યાજ્ય હેવાથી, તેઓના બાકીના ત્રણ નિક્ષેપ પણ સમ્યગ્દષ્ટિ આત્માઓને છોડવા લાયક બને છે.
એ જ કારણે આનંદ આદિક દશ શ્રાવકોએ હરિહર આદિ અન્ય દેવને વંદન નમસ્કાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તે વખતે હરિ, હર આદિ દેવ ભાવનિક્ષેપે વિધમાન નહિ હતા. માત્ર તેમની મૂતિઓ હતી. તેથી આનંદ આદિ શ્રાવકોની નહિ નમવાની પ્રતિજ્ઞા સ્થાપનાનિક્ષેપે તેઓની મૂર્તિને ઉદ્દેશીને હતી, એ આપોઆપ સિદ્ધ થાય છે.
એ જ રીતે હરિહર આદિ દેવની મૂતિઓને નહિ નમવાનો નિયમ એ શ્રી જિનમૂર્તિને નમસ્કાર કરવાના વિધાનને પણ સ્વતઃ સિદ્ધ કરી આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org