________________
૪૨૦
મૂળ જૈન ધર્મ અને
કૃતજ્ઞપણા આદિના આધારે જ ફળને આપવવાળુ છે. તે પછી એ જ ગુણ બહુમાન અને કૃતજ્ઞતાના અધ્યવસાયથી જ તથા આત્મ નિર્ભળતા સાધવાના ઉત્તમ પરિણામથી મૂતિ દ્વારા પૂજ્યનું વદન ઉપાસના ઇત્યાદિ થાય તે તે કનિર્જરા આદિ ઉત્તમ ક્ળાને કેમ ન આપે? અવશ્ય આપે.
ભાવ અવસ્થાની આરાધના પણ જો આરાધકના શુભ પરિણામને આધારે જ ફળવતી છે તે પછી મૂર્તિ અથવા સ્થાપના દ્વારાએ થતી આરાધનામાં આરાધના શુભ અધ્યવસાય રહેલા જ છે. એ અધ્યવસાયેા શુભ નથી તુ મલિન છે એમ કાણુ કહી શકશે ?
ભાવ અવસ્થાની આરાધના આરાધ્યના વિદ્યમાન કાળમાં કરવાની હાય છે. તે વખતે આરાધ્યની ઉત્તમતા અને ઉપકારીતા આદિને સાક્ષાત્ દેખવાથી ભક્તિ જાગવી સહેલ છે, ત્યારે આરાધ્યની સ્થાપના દ્વારાએ ભકિત, આરાધ્યના અવિધમાન કાળમાં કરવાની હોય છે. અને તે, તેા જ બની શકે કે જો આરાધ્યની ઉત્તમતા અને ભકિતપાત્રતા, ઉપદેશ, શાસ્ત્ર અને પરપરા આદિ વડે હૃદયમાં ખરાબર ઠસેલ હોય.
ઉપકારીની હયાતિમાં ઉપકારીના ઉપકારનું સ્મરણ ઈત્યાદિ કરતાં, ઉપકારીની બિનહયાતિમાં ઉપાકારીના ઉપકારોનું સ્મરણ ઇત્યાદિ કરનાર, ઉપકારી પ્રત્યે આછા આદરવાળે છે એમ કહી શકાય નહિ.
હૃદયમાં ભક્તિભાવ વિના પણ માહ્યથી સ્થાપનાની ભક્તિ કરનારા ઘણા દેખાય છે”—એવા તર્ક કરનારે સમજવું જોઈએ કે—“ એ સ્થિતિ જેમ સ્થાપના માટે હાય છે તેમ ભાવ અવસ્થાની ભકિત માટે પણ હેાય જ છે.”
r
ભાવ અવસ્થાની ભકિત કરનારા બધા અતરંગ અને સાચા ભાવથી જ કરે છે. એમ નથી, કિંતુ, દેખાદેખીથી, લેાભ, લાલચ, માયા કે બીજી પણ દુષ્ટ બુદ્ધિથી કરનારા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org