________________
૪૨૨
મૂળ જૈન ધર્મ અને
જૈન સાધુ દ્વારા જે અપમાન થયું એ વિષયમાં બધા સહમત છે.
વિક્રમ સવંત ૧૫૪૪ ની આસપાસમાં થયેલા ઉપાધ્યાય કમળસંયમ, તેમની સિદ્ધાંત ચોપાઈમાં લખે છે કે –
પીરેજખાન નામને બાદશાહ દેહરાં અને પૌષધશાળાને પાડી નાખીને જિનમતને પીડા આપતો હતો. દુષમકાળના પ્રભાવે લોંકાશાહને, તાવની સાથે માથું દુઃખવા આવે તેમ, તેને સંયોગ મળી ગયો. આવેશમાં અંધ બનેલો મનુષ્ય કયું કર્યું અકૃત્ય કરતા નથી ? એ વિષયમાં જમાલિ અને ગોશાલાનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે.
ક્રોધાવેશમાં આવેલા લોકાશાહ મુસલમાન સૈયદના વચને ઉપર વિશ્વાસ મૂકી પિતાના ધર્મથી પતિત થયા. તે પહેલાં લોકાશાહ ત્રિકાળ શ્રી જિનપૂજા કરતા હતા. એવા ઉલ્લેખો મળી આવે છે. પરંતુ સાધુઓ દ્વારા અપમાનિત થયા પછી સૈયદને સંયોગ મળી ગયો અને અગ્નિમાં ઘી નાખવાની જેમ, સૈયદે તેમની પાસેથી મંદિર અને મતિએ છોડાવી દીધા. ત્યારથી તે પૂજા કરવાની ક્રિયાને નિરર્થક માનવા લાગ્યા.
એક બાજુ એમનું અપમાન અને બીજી બાજુ મુસ્લીમેને સહયોગ, લોકશાહને કર્તવ્યભ્રષ્ટ કરનારો થયો,
સૈયદે તેને કહ્યું કે–ઈશ્વર તે મુકિતમાં છે અને નાપાકીથી દૂર છે. તે તેને માટે મૂર્તિઓની, મંદિરોની શી જરૂર છે? કાશાહને આ વાત સોળે સોળ આને સાચી લાગી.
લકશાહે કેવળ એક મૂર્તિપૂજને જ વિરોધ ર્યો છે એમ નથી. પણ જૈન આગમ, જૈન સંસ્કૃતિ, સામાયિક, પિસહ, પ્રતિકમણ, દાન, દેવપૂજા અને પ્રત્યાખ્યાન વગેરેને પણ વિરોધ કર્યો છે.
તેની પછી મેઘજી ઋષિ વગેરેએ તે મતને સદંતર ત્યાગ કરી ફરીથી જૈન દીક્ષા સ્વીકારી છે અને તેઓ મૂર્તિપૂજાના સમર્થક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org