________________
પ્રકરણ ચાવીશમું
સ્થાપનાની ઉપાસના લેખક–પં. મુનિશ્રી ભકરવિજયજી
જૈને અશરીરી સિદ્ધોને પૂજે છે તે પણ એ અશરીરી સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરવા માટે તે આત્માઓએ જે કાંઈ પ્રયોગો આચર્યા હેય છે તે સાકાર અને સશરીરી અવસ્થામાં જ આચરેલા છે. તેથી તે અવસ્થાની પૂજનીયતા પણ જેનોને અવશ્ય માનનીય છે.
જેને સાકાર અને નિરાકાર ઉભય અવસ્થાવાળા પરમેશ્વરને માને છે. સાકાર પરમેશ્વરને વીતરાગ અને સર્વજ્ઞ માનવા સાથે શાસ્ત્ર અને તેના ઉપદેશક પણ માને છે. તેથી તેઓને નિરાકાર અને સાકાર પરમેશ્વરની તે તે અવસ્થાઓ વંદનીય, નભનીય અને પૂજનીય હોય તેમાં કશું જ આશ્ચર્ય નથી.
વીતરાગ સર્વજ્ઞ અને તપદેશક પરમેશ્વરની પૂજનીયતા આદિ સ્વીકારવામાં કોઈપણ સજજનને લેશ પણ હરક્ત હોઈ શકે નહિ. ગુણ બહુમાન અને કૃતજ્ઞતા આદિ ગુણેની કિંમત સમજનારાઓ તો તેવા સર્વશ્રેષ્ઠ ઉપકારી અને સર્વોચ્ચ ગુણથી ભરેલા મહા પુરુષોની સેવા, પૂજા, આદર, ભક્તિ, વંદન, સ્તુતિ આદિ થાય તેટલાં ઓછાં એવી જ માન્યતા વાળા હેય.
એ સેવા પૂજાથી તે મહાપુરુષોને કોઈ પણ જાતને ઉપકાર નહિ થત હેવા છતાં તેમાં તલ્લીન રહેનાર આત્મા પોતાના શુભ પરિણામથી કર્મ નિર્જરા આદિ ઉત્તમ ફળને પામ્યા સિવાય રહેતા નથી. શ્રી જિનશાસનમાં પૂજાનું ફળ પામવા માટે પૂજ્યની પ્રસન્નતાને બદલે પૂજકની શુભ ભાવના જ કારણભૂત મનાએલી છે.
પૂજ્યની ભાવ અવસ્થાનું પૂજન પશુ પૂજાના ગુણ બહુમાન તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org