________________
૪૦૮
મૂળ જૈન ધર્મ અને સાક્ષાત શત્રુને જોઈને જેમ વેર ભાવ પેદા થાય છે તેમ તેની મૂર્તિ કે છબી જેવાથી અથવા તેનું નામ વગેરે સાંભળવાથી પણ શું ષભાવ પ્રગટ થતો નથી? અવશ્ય પ્રગટે છે જ.
જેઓ તીર્થકરના ભાવ નિક્ષેપ ઉપ૨ ભક્તિ રાખે છે અને તેમની મૂતિ વગેરે ઉપર ટૅપ ધરાવે છે તેઓને પૂછવાનું કે–તમારી માન્યતા પ્રમાણે તે તમારા મિત્ર આદિને સાક્ષાત જોતાં પ્રેમ થ જોઈએ. પરંતુ તેમની મૂર્તિ તથા નામ વગેરે જેવા અને સાંભળવાથી પ્રેમ ન થવો જોઈએ. પરંતુ આ ઊલટ ક્રમ કોઈ પણ જગ્યાએ જોવામાં આવતો નથી.
કદાચ કહેવામાં આવે કે–“શત્રુ અને મિત્ર ઉભયમાં સમભાવ રાખવો જોઈએ. કિંતુ રાગદ્વેષ ન કરવો જોઈએ. પરંતુ આ કથન માત્ર કહેવા પૂરતું છે.
મોટા મોટા યોગીશ્વરે પણ જ્યાં સુધી ઘાતી કર્મોને વેગ ન છૂટયા હોય ત્યાં સુધી રાગદ્વેષથી છૂટી શક્યા નથી. તે સંસારની અનેક જંજાળના મેહમાં ફસી પડેલા ગૃહસ્થ રાગદ્વેષરહિત સમભાવવાળી અવસ્થામાં રહી શકે એમ કહેવું કે માનવું એ વચના માત્ર છે,
એક તરફથી શ્રી તીર્થંકરદેવના ભાવનિક્ષેપા ઉપર રાગ રાખવાની વાત કરવી અને બીજી તરફ સમભાવમાં રહેવાની વાત કરવી એમાં પ્રત્યક્ષ મૃષાવાદ છે. ભાવનિક્ષેપો પર રાગ અને મૂર્તિ પર દ્વેષ એ રાગદ્વેષ રહિતપણાનું લક્ષણ શી રીતે ગણાય?
એક નિક્ષેપા ઉપર છેષ રાખવાથી બીજા નિપા ઉપર પણ સ્વત: સિદ્ધ થઈ જાય છે. સ્થાપના નિક્ષેપ ઉપર
ષ ધારણ કરીને ભાવનિક્ષેપ ઉપર રાગ હેવાનું બતાવવું એમાં આમવંચના સિવાય બીજું કાંઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org