________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૩૯૯
जणवयसम्मयटवणा नामे रुवे पडुच्चसच्चे य । ववहारभावजोगे दसमे उवम्मसच्चे अ॥
અર્થ–ચાર પ્રકારનાં સત્ય કહ્યાં છે તે આ પ્રમાણે–(૧) નામ સત્ય, (૨) સ્થાપના સત્ય, (૩) દ્રવ્ય સત્ય અને (૪) ભાવ સત્ય.
તથા શ્રી તીર્થકર દેએ દશ પ્રકારનાં સત્ય બતાવ્યાં છે તે આ પ્રમાણે(૧) જનપદ સત્ય (૪) નામ સત્ય (૭) વ્યવહાર સત્ય (૧૦) ઉપમા (૨) સમ્મત સત્ય (૫) રૂપ સત્ય (૮) ભાવ સત્ય સત્ય. (૩) સ્થાપના સત્ય (6) પ્રતીય સત્ય (૯) યોગ સત્ય જનપદ સત્ય–પાણીને કોઈ દેશમાં પય કહે છે, કોઈ દેશમાં પીચ્ચ
કહે છે, કોઈ દેશમાં ઉદક કહે છે અને કોઈ દેશમાં
જળ કહે છે. ઇત્યાદિ જનપદ સત્ય છે. સમ્મત સત્ય-કુમુદ, કુવલય આદિક પુષ્પો પણ પંકથી ઉત્પન્ન થાય
છે. છતાં પંકજ શબ્દ અરવિંદ-કુસુમને જ સંમત છે.
તે સમ્મત સત્ય. સ્થાપના સત્ય-લેપ આદિકને વિષે અરિહંત પ્રતિમા, એક આદિ
અંકવિન્યાસ અને કાપણુ આદિકને વિષે મુદ્રા
વિન્યાસ આદિ સર્વ સ્થાપના સત્ય છે. નામ સત્ય-કુળની વૃદ્ધિ ન કરતા હોય તો પણ કુળવર્ધન ઇત્યાદિ
નામ તે નામસત્ય. રૂપસત્ય–વતના ગુણ ન હોય અને કેવળ લિંગ માત્રથી વ્રતી
કહેવાય તે રૂપમત્ય. પ્રતીત્યસત્ય-અનામિકા આંગળી કનિદાને આશ્રી દીધું કહેવાય અને
મધ્યમાને આશ્રી હસ્વ કહેવાય તે પ્રતીત્યસત્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org