________________
૩૯૮
મૂળ જૈન ધર્મ અને
સમાન ગુણવાળાનાં અનેક નામો તો જ પડી શકે છે જે નામ પાડતી વખતે ગુણની અપેક્ષા ઉપરાંત આકાર આદિની ભિન્નતા ઉપર પણ લક્ષ આપવામાં આવે.
ચોવીસ તીર્થકરોના ગુણસમાન હોવા છતાં પ્રત્યેકના આકાર, પ્રત્યેકની પૂર્વાપર અવસ્થા વિગેરે ભિન્ન ભિન્ન હતાં.
તે જ રીતે એક જ નામની અનેક વસ્તુઓ જ્યાં હોય છે ત્યાં પણ તે નામ વડે જે કોઈ અમુક વસ્તુને બોધ થાય છે તેનું કારણ પણ તે વસ્તુમાં રહેલા ગુણ, આકાર આદિની ભિન્નતા છે. .
અહીં એટલું સમજી રાખવું જોઈએ કે પહેલા ત્રણ નિક્ષેપા તેઓના જ વંદનીય પૂજની ય છે કે જેઓને ભાવ નિક્ષેપ પણ વંદનીય પૂજનીય છે.
અને એજ કારણે શ્રી ભગવતી, શ્રી ઉવવાઈ અને શ્રી રાયપણિ આદિ સૂત્રમાં શ્રી તીર્થકર દે અને બીજા પણ જ્ઞાની મહર્ષિઓને નામ નિક્ષેપ વંદનીય છે, એમ ફરમાવ્યું છે. તે તે સ્થળોએ ફરમાવ્યું છે કે –
तं महाफलं खलु भो देवाणूप्पिआ ! तहारुवाणं अरिहंताणं भगवंताणं नाम गाअस्सवि सवणययाए ।
અર્થ–તથારૂપ શ્રી અરિહંત ભગવંતના નામ ગોત્ર પણ સાંભળવાથી ખરેખર મહા ફળ થાય છે.
ચાર તથા દશ પ્રકારના સત્ય નામ નિક્ષેપાનું મહત્વ જણાવવા માટે શ્રી સ્થાનાં સૂત્રના ચોથા તથા દશમા ઠાણામાં પણ ફરમાવ્યું છે કે–
चउविहे सच्चे पन्नते तं जहा-नाम सच्चे, ठवण सच्चे, दव सच्चे, भाव सच्चे । तथा दसविहे सच्चे पन्नते तं जहा---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org