________________
૩૮૮
મૂળ જૈન ધર્મ અને પરિભ્રમણ કરતા રહેવાથી અર્થાત વન તથા નિર્જન પ્રદેશમાં જ્યાં ત્યાં ઘુમતા ફરતા રહેવા ૩૫ પરિવ્રાજક ધર્મનું પ્રચલન કરવા કરતાં વસતિવાસી થઈ રહેવાની અભિલાષાથી જૈન મંદિરની સૃષ્ટિનું નિર્માણ કરવા કરાવવામાં પ્રવૃત્ત થયા.”
જિન મંદિર અને મૂર્તિપૂજા સંબંધમાં એવા વિવિધ મતભેદ થવા છતાં પણ જિનેશ્વર સૂરિ આદિ દૂરદર્શી આચાર્યોએ તેનાં કારણો મટાડવાનો અથવા નિરાપદ માર્ગ કાઢવાનો પ્રયત્ન કર્યો હોય એમ લાગતું નથી.
એટલું જ નહિ પણ એ મતભેદને લાભ ઉઠાવીને એ આચાર્યોમાં પિતપોતાના અલગ સંપ્રદાય બનાવી લેવાની ભાવના કામ કરતી રહી હતી એમ લાગે છે.
વર્ધમાનસૂરિ અને જિનેશ્વરસૂરિ પિતાને જ શાસ્ત્રોક્ત શુદ્ધ થતિમાર્ગનું આચરણ કરવાવાળા માનતા હતા. તેથી જિનેશ્વરસૂરિએ પિતાના સંપ્રદાયની પુષ્ટિ તથા વૃદ્ધિ માટે નવા નવા મંદિરનું નિર્માણ કરવા, નવા તથા પુરાણા શાસ્ત્રોની નકલો કરી કરાવી જૈન ભંડારોની સ્થાપના કરવા વગેરે કામને વિશેષ મહત્વનું સમજેલા.
તેમણે પંચલિંગી પ્રકરણ નામનું ૧૦૧ ગાથાઓનું પ્રકરણ રચ્યું. તેમાં સમ્યકત્વના પાંચ લિંગ, ચિન્હ અથવા લક્ષણના સ્વરૂપનું વર્ણન કર્યું છે. તે લક્ષણે–પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા.
અનુકંપાના પ્રકરણમાં કોઈ પણ રીતે સંબંધ જોડીને મંદિર નિર્માણનો વિષય સમાવેલ છે. તેમાં જિન મંદિર બનાવવાનું સમર્થન આ પ્રમાણે કર્યું છે—જે આત્માને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે તેના મનમાં સંસારના જીવોના કષ્ટો જોઈને અનુકંપા થાય છે તે વિચારે છે કે તે કઈ રીતે કોઈનું ય દુઃખ દૂર કરવાને યથાશક્તિ પ્રયત્ન કરે.
તે વિચારે છે કે સંસારના દુઃખોથી મુક્ત કરવાવાળો એક ફક્ત જૈન ધર્મ છે. જૈન ધર્મના પાલન સિવાય બીજો કોઈ સારો ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org