________________
પ્રકરણ ગ્રેવીમું ચાર નિક્ષેપો
નોંધ
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપોમાંથી ફક્ત એક ભાવનિક્ષેપાને જ સ્થાનકવાસીઓ આદરણીય પૂજનીય માને છે. બાકીના પહેલા ત્રણ નિક્ષેપાને તેઓ માનતા નથી. એ સંબંધમાં સ્થાનકવાસીએ જે દલીલ કરે છે તે બધી મેંજ થડા વર્ષ પહેલાં મારા “સત્યધર્મ પ્રકાશ” પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલી હતી
તે વખત સુધી મને જે જ્ઞાન મળ્યું હતું તે એકપક્ષી હતું. કારણકે સ્થાનકવાસીએ જે રીતે વિચાર કરે છે તે રીતે જ વિચાર કરતાં હું શિખ્યું હતું. અને તેથી એક રીતે હું મૂર્ખ બન્યા હતે અથવા તે મને મૂર્ખ બનાવવામાં આવ્યું હતું.
સત્ય જાણવા માટે તે સામસામી બને પક્ષની દલીલો વાંચવી અને સમજવી જોઈએ. સંપ્રદાયવાદે એકબીજા સંપ્રદાયનું સાહિત્ય વાંચવાની જ બંધી કરી છે. તે વાડાબંધીને લીધે જ જૈનેમાં સત્ય જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી.
મને આ વાત સમજાણું તેથી જ મેં અમારા જેન સિધ્ધાંત માસિકના સને ૧૯૬૧ ના ફેબ્રુઆરી માસના અંકમાં વિરોધ કેમ મટે? એ નામના લેખમાં લખ્યું હતું કે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org