________________
૩૯૦
મૂળ જૈન ધર્મ અને
દ્રવ્યસ્તવને પૂર્ણ ઉત્સાહિત કરવાવાળામાંથી જ કોઈ એમ પણ કહે છે કે –“ દ્રવ્યના સાધનોથી દ્રવ્યસ્તવ સ્વરૂપવાળો ધર્મ પણ સાધી શકાય છે પરંતુ એ આરંભયુક્ત હેવાથી અતિ શુદ્ધ નથી. પક્ષાંતરમાં નિઃસંગતા સ્વરૂપવાળો ધર્મ અતિ શુદ્ધ છે. માટે આ ભવમાં તે મોક્ષ લક્ષ્મી આપે છે.”——( ૧૪ મી સદીમાં થયેલા મુનિ સુંદર સૂરિ કૃત અધ્યાત્મ કહ૫મ ૪-૪).
વિવાદને લાભ સ્થાને મળ્યો
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મૂર્તિપૂજા વિષયને વિવાદ જૈનસંધમાં એકાએક લંકાશાહ દ્વારા સોળમી સદીમાં જ ઉઠાવવામાં આવ્યું નહતો પરંતુ તે વિવાદ તે ઘણા પુરાણ કાળથી, સંભવતઃ તેનાથી ૧૫૦૦ વર્ષ પહેલાં જ ચા આવતો હતો. શ્રાવકો અને સાધુઓમાં અંદર અંદર વધતા જતા એ વિરોધને લંકાશાહે *મૂર્ત સ્વરૂપ આપ્યું અને વિરોધને સર્વ દોષ પિતાના શિર પર લઈ લીધો.
તાત્કાલીન વિધિમાગી કહેવાતા સાધુઓની વધતી જતી દ્રવ્યસ્તવની પ્રવૃત્તિઓના પ્રચ્છન્ન વિધી સાધુ તથા શ્રાવકેની *કાશાહને મદદ મળી હશે. કારણ કે તેઓ પોતે વિરોધ પ્રગટ કરવાનું સાહસ કરી શક્તા નહિ હેય. તેમના પૂર્વજો આ વિરોધના કારણથી પૂરતું કષ્ટ ભેગવવા છતાં અસફળ બન્યા હરે
જ્યારે લોકાશાહનો વિરોધ કરી શકાય નહિ અને તે બળ પ્રાપ્ત કરેતો ગયો ત્યારે તે ભૂમિગત સહાયકે પણ પ્રત્યક્ષમાં આવી ગયા હશે કારણ કે ખર્ચાળ યોની જેમ
* મંદિર વિવાદને લાભ લોકાશાહને નહિ પણ સ્થા. ધર્મના સ્થાપક શ્રી લવજી ગડષિ, ઘર્મસિંહજી મુનિ તથા ધર્મદાસજી મુનિને મળ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org