________________
૩૭૮
મૂળ જૈન ધર્મ અને
આ ચોપાઈઓ ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે સં. ૧૫૦૮થી લોકાશાહ હાટ ઉપર બેસીને હમેશ સાધુનિંદા વગેરે તેમનો ધર્મ વિરુદ્ધને ઉપદેશ આપતા હતા. તે સાંભળીને યતિઓને પણ લોકાશાહની અવળી મતિ પર ખેદ થતા હતા. યતિઓ અને સંઘ સાથે ઝઘડો થવાથી લોકશાહે ઉપાશ્રયે (પૌષધશાળાએ) તે જવાનું બંધ કર્યું હતું. અને હાટ પર બેસીને ઉપદેશ આપવા છતાં પણ અમદાવાદના લોકોએ તેમને ઉપદેશ માન્ય કર્યો નહિ.
તેથી છેવટ કંટાળીને સં. ૧૫૩૦ માં લેકશાહ અમદાવાદ છોડી પિતાના વતન લબડી ગયાઃ
લખમસી તે તિહાં છઈ કારભારી, સા લંકાને થયે સહચારી. અમારા રાજમાં ઉપદેશ કરે, દયા ધર્મ છઈ સહુથી ખરે. ૧૨
–યતિ ભાનુચંદ્ર તે વખતે લોકાશાહના ફઈનો દીકરો લખમસી તે રાજ્યમાં કારભારી થયો હતો. તેણે લોકાશાહને આવકાર આપી લીંબડી રાજ્યમાં દયા ધર્મને ઉપદેશ આપવાનું કહ્યું કારણ કે દયા એ જ સાચો ધર્મ છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે સં. ૧૫૩૦ સુધી લેકશાહને કોઈ અનુયાયી મળ્યું નહોતું તેમ તેઓ અમદાવાદ કે લીંબડી સિવાય બીજા કોઈ ગામમાં ઉપદેશ દેવા પણ ગયા નહોતા.
દયા ધમી થયે બહુ લેગ, એવિ મો ભાણાને સાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org