________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૮૧
ધીરધારમાં પૂરતી કમાણી નહિ હેવાથી યતિ જ્ઞાનસાગરજી પાસે જૈન લિપિનું જ્ઞાન મેળવીને લહિયાનું પણ કામ કરવા લાગ્યા.
એક વખત હિસાબ સંબંધમાં તકરાર થવાથી તેમજ યતિના આચાર સંબંધમાં તકરાર થવાથી લોંકાશાહ અભિમાની પ્રકૃતિના હોવાથી ભારે ગુસ્સામાં આવી ગયા. તેથી યતિઓએ અને સંઘના માણસેએ તેમનું અપમાન કરી તેમને ઉપાશ્રયમાંથી બહાર કાઢી મૂક્યા.
કાશાહ બહાર આવીને ઉપાશ્રયની સામે કોઈ હાટ ઉપર બેસીને સાધુની નિંદા કરવા લાગ્યા. તે વખતે તેમને એક મુસલમાન સૈયદમિત્ર કે જે પણ લહિયો હતે તે ત્યાંથી નીકળ્યો. ત્યારે તે સૈયદે મુસલમાન ધર્મ પ્રમાણેની નાસ્તિકતાની વાત કરી કાશાહના ક્રોધાગ્નિમાં ઘી રડવા જેવું કર્યું.
એ પ્રમાણે યતિઓના નિમિત્તથી અનહદ ગુસ્સે થઇને કાશાહે જૈનસત્ર, સાધુઓ, મંદિરમૂતિ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, દાન, દેવપૂજાને બહિષ્કાર કર્યો અને યતિઓને તે હિંસાધર્મ છે એમ પિકાર કરી પોતાને દયાધર્મ છે એમ કહી ન મત સ્થાપન કર્યો.
પરંતુ અમદાવાદના શ્રાવકો સમજુ હોવાથી લોકાશાહના મતને કોઈએ આવકાર આપ્યો નહિ. તેથી છેવટે ખિન્ન, નિરાશ અને તિરસ્કૃત થઈને અમદાવાદ છેડીને પોતાના વતન લીંબડીમાં આવ્યા.
ત્યાં તે વખતે તેમના ફઈના દીકરા લખમશી કારભારી પદે હતા તેમણે લોકાશાહની વાત સાંભળીને તેમને લીંબડી રાજ્યમાં બેધડક દયા ધર્મને પ્રચાર કરવાની છૂટ આપી. પરંતુ તે વખતે કાશાહ વૃદ્ધ ઉમરના થઈ ગયા હતા તેમ તંદુરસ્તી પણ સારી નહોતી તેથી ઝાઝે પ્રચાર કરી શક્યા નહિ.
તે પણ લખમસી ઉપરાંત ભાણજી નામને એક અનુયાયી તેમને મળી ગયું. તેણે સ્વયં દીક્ષા લઈને લોકાશાહના મતને પ્રચાર શરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org