________________
૩૫૪
મૂળ જૈન ધર્મ અને
કાગચ્છી યતિ કેશવજી તેમના સિલોકોમાં લખે છે કે –
જ્ઞાનસમુદ્રની સેવા કરતાં, ભણગુણ લહિ બન્યા તવ ત્યાં, દ્રમ્મ કમાણે શ્રુતની ભક્તિ,
વધઈ ગઈ ધમની શકિત. મે ૧૨ . એટલે કે જ્ઞાનસમુદ્ર (જ્ઞાનસાગર) સૂરિ પાસે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરીને લહિયા બન્યા. તેથી એક તો દ્રવ્યપ્રાપ્તિ અને બીજું જ્ઞાનની ભક્તિ. એ પ્રમાણે લોકાશાહને વ્યવસાય હતો.
આ પ્રમાણે ધીરધારથી તથા લહિયાનું કામ કરીને લોકાશાહ પિતાની આજીવિકા ચલાવતા હતા.
લંકાશાહના જ્ઞાન, વિદ્વત્તા આપણું સમયમાં કોઈ વ્યક્તિ વિદ્વાન હોય તે આપણે તેને પ્રત્યક્ષ પ્રમાણથી, અનુભવથી વિદ્વાન માની શકીએ. ત્યારે કંઈ વર્ષો પહેલાં થઈ ગયેલી વ્યક્તિના જ્ઞાન, વિકતા માટે કોઈ પણ જાતનું સાહિત્યિક પ્રમાણ જોઈએ. તે સિવાય સામાન્ય બુદ્ધિને માણસ પણ કોઈ વ્યક્તિને એકદમ જ્ઞાની કે વિદ્વાન માની શકે નહિ.
જૈન સમાજમાં અનેક વિદ્વાને થઈ ગયેલા છે અને તે વિદ્વાનોએ બનાવેલા સેંકડે ગ્રંથ અત્યારે પણ મોજુદ છે કે જેના ઉપરથી તેમના જ્ઞાન અને વિદ્વતાની ખાત્રી થઈ શકે છે.
ત્યારે સોળમી સદીમાં થયેલા અને સ્થાનકવાસી જેને મહાજ્ઞાની અને વિદ્વાન તરીકે ઓળખાવે છે તે લંકાશાહના જ્ઞાન અને વિદ્વત્તાનું પ્રમાણ શું છે? કશું જ નથી. તે પછી આધુનિક લેખકની કલપનાથી તેમણે જે લખ્યું કે કહ્યું તે માની શકાય જ નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org