________________
૩પ૨
મૂળ જૈન ધર્મ અને વળી ઐતિહાસિક રીતે પણ તે ખોટું છે. કારણ કે તેમાં લોકશાહ સં. ૧૫૦૦માં અમદાવાદમાં આવ્યા અને ત્યાં ધીરધારને ધંધે શરૂ કર્યો, ત્યારપછી કાશાહને ત્યાં બાદશાહ સાથે ઓળખાણ થઈ એમ લખેલું છે અને તે પછી લોકાશાહ તીજોરદાર બન્યા વગેરે હકીકતો લખેલી છે.
પરંતુ ઈતિહાસ પ્રમાણે એ હકીકત છેટી ઠરે છે કારણકે અમદાવાદના બાદશાહ વિ. સં. ૧૪૯૭માં મરણ પામેલા હતા. એટલે લોકાશાહને તેમની સાથે સં. ૧૫૦૦ પછી ઓળખાણ થવાનું લખ્યું છે તે બની શકે જ નહિ. એ પ્રમાણે એ બે પાનાનું આખુંય જીવનચરિત્ર બનાવટી ઉપજાવી કાઢેલું જ ઠરે છે.
સ્થા. મુનિ શ્રી મણીલાલજીએ તેમની પ્રભુવીર પટાવલીમાં લખ્યું છે કેકાશાહ જયપુર ગયેલા અને ત્યાં તેમને કેઈએ ઝેર આપવાથી અકસ્માત મૃત્યુ પામેલા. જયપુર શહેર સવાઈ જયસિંહ મહારાજે
કાશાહની પછી બસે વર્ષે આબાદ વસાવેલું. એ ઉપરથી પણ સ્થા. મુનિશ્રી મણલાલજીએ લખેલું જીવનચરિત્ર કેવું ખોટું છે, ઢંગધડા વગરની ઉપજાવી કાઢેલી વાતોથી ભરપૂર છે તે સમજી શકાય છે.
એથી એ બનાવટી જીવન ચરિત્રમાં લોકશાહને જન્મ કાર્તિક સુદ ૧પને જણાવેલ છે તે પણ ખેટ કરે છે. યતિ ભાનુચંદ્ર લંકાશાહના અનુયાયી હોવાથી તેમણે સાચું જ લખ્યું હોય. વળી એ બનાવટી જીવનચરિત્રની પહેલાં ૫૮ અઠાવન વર્ષ પહેલાં યતિ ભાનુચકે લોકાશાહનું જીવનચરિત્ર લખેલું હોઈ એ ચરિત્ર જ સાચું ગણી શકાય.
એટલે લોકશાહને જન્મ સં. ૧૪૮૨ ના વૈશાખ વદ ચૌદસના રેજ થયેલ હતું અને જન્મસ્થળ લીંબડી હતું.
લોકશાહના જન્મસ્થળ વિષે પણ મતભેદ છે પરંતુ યતિ ભાનુચંદ્રની વાત વિશ્વાસપાત્ર હેવાથી તેમનું જન્મસ્થળ લીંબડી હેવાને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org