________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૧
૩૭૩ આ સર્વ કારણે ઉપરથી ચોક્કસપણે સમજી શકાય છે કે આ વાત ઉપજાવી કાઢેલી છે. તેમાં સત્યને અંશ પણ નથી. ફક્ત યતિની નિંદા અને કાશાહની પ્રશંસા કરવા માટે જ આ વાત ઉપજાવી કાઢી છે એમ સ્પષ્ટ સમજી શકાય છે.
બાકી ઉપર કહી યતિ ભાનચંદની ચોપાઈ ઉપરથી સમજી શકાય છે કે અમદાવાદમાં લંકાશાહની વાત કેઈએ માની નહિ તેથી નિરાશ થઈને તે પોતાના વતન લીંબડી ગયા. ત્યાં તેમને ફઈને દીકરે લખમશી કારભારી થયો હતો તેણે લંકાશાહને સહકાર આપ્યો અને તેમને લીબડી રાજ્યમાં ઉપદેશ કરવાની છૂટ આપી. કારણ કે દયા ધર્મ સાચો છે એમ લખમશી માનતે હતો.
૧૪
મૂર્તિપૂજા અને મુહપત્તિ સંબંધમાં
લંકાશાહનું મંતવ્ય સ્થાનકવાસીઓ પિતાને કાશાહના અનુયાયીઓ માને છે અને સ્થાનકવાસીઓ મૂર્તિ અને મૂર્તિપૂજાને વિરોધ કરે છે અને મુહપત્તિ
વીશેય કલાક બાંધી રાખવાનો આગ્રહ સેવે છે ત્યારે તે સંબંધમાં લોકાશાહનું શું મંતવ્ય હતું તે વિચારવાનું પ્રાપ્ત થાય છે.
આપણે આગળ જોઈ ગયા કે લોકશાહે સં. ૧૫૦૮ માં તેમને મત શરૂ કરતી વખતે આટલી વાત માનતા નહેતા –
(૧) જૈન સૂત્રોનું માનતા નહતા. (૨) સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પ્રત્યાખ્યાન માનતા નહતા. (૩) દાન અને મંદિર, મૂર્તિ તથા મૂર્તિપૂજા માનતા નહતા.
આ ઉપરથી મુખ્ય વાત એ નીકળે છે કે મૂર્તિ અને મૂર્તિપૂજા જૈન સિદ્ધાંતની વિરુદ્ધ છે માટે લોકાશાહે વિરોધ કર્યો હતે એમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org