________________
1
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૪૩
પરંતુ વિ. સ. ૧૮૬૫ માં મુનિશ્રી જેઠમલજીને સંવેગી મુનિશ્રી વીરવિજયજી ણ સાથે શાસ્ત્ર થયેલેા ત્યારે તેમને શ્રી ધર્મસિંહજી મુનિ તથા લવજી ઋષિના ઇતિહાસથી તેમનુ કામ સરળ થયું નહિ ત્યારે તેમને મૂર્તિ પૂજા વિરોધમાં લાંકાશાહને યાદ કરવા પડયા. તેથી જ તેમણે સમતિસાર પુસ્તકમાં લાંકાશાહ માટે લખ્યું છે.
મુનિ જેઠમલજીએ તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે લેાંકાશાહ એક સામાન્ય ગૃહસ્થ હતા અને લહિયાના ધંધા કરતા હતા. આ પછી જ સ્થાનકવાસીએ લાંકાશાહને ઓળખવા કે માનવા લાગ્યા.
ઉપર જણાવેલા પાંચે ય સ્થાનકવાસી લેખકેાની એક જ દલીલ છે કે આપણામાં ચરિત્ર, ઇતિહાસ લખવાની પ્રથા નહિ હાવાથી લાંકાશાહનું જીવનચરિત્ર કોઈ એ લખ્યું નથી. આવા ખચાવ એ સ્થાનકવાસી સમાજને ભેાળવવા માટેનુ એક ભયંકર જૂઠ્ઠાણું જ છે.
જૈન સાહિત્યમાં હજાર વર્ષ પહેલાંને પણ સવિસ્તર ઇતિહાસ પણ પ્રાપ્ત છે. અને તે પણ જૈન આચાર્યંના જ ઇતિહાસ નહિ પણ જૈનધર્મી રાજાએ તેમજ શ્રાવકાના ઇતિહાસ પણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. જેમકે—મંત્રી વિમળશા, ઉદાયન, વાડ, શાંતુ મહેતા, વસ્તુપાળ તેજપાળ, જગડુશાહ, ત્રિભુવનસિંહ આદિ અનેક મહાપુરુષોના જીવનચિત્રા ઉપલબ્ધ છે.
એટલું જ નહિ પણ લેાંકાશાહના સમકાલિન અને તપાગચ્છના વિરોધી કઠુઆ શાહે કઠુઆમત ચલાવેલા તેને પણ ઇતિહાસ ઉપલબ્ધ છે તે પછી લાંકા શાહને જ ઇતિહાસ કેમ ઉપલબ્ધ ન હોય ?
ખરી વાત એ છે કે લાંકાશાહુ સબંધી પણ ઘણી વિગત ઉપલબ્ધ છે પરંતુ તે બધી વાતા સ્થાનકવાસીઓની હાલની મનથી માનેલી માન્યતાથી વિરુદ્ધ જાય છે તેથી સ્થાનકવાસીએ તે વાતા જોવા કે તપાસવાની તમા પણ કરતા નથી. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org