________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૪૫
આટલાં બધાં પ્રમાણે આપીને વિસ્તારથી ૧૮૧ ગાથાનું કાવ્ય લખવાની જરૂર જ પડી નહોત.
મુનિશ્રી લાવણ્યસમયની આ ચોપાઈની પ્રતિ પાટણના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. અને શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ તેની નકલ પ્રાપ્ત કરીને વિ. સ. ૧૯૮૬માં જૈનયુગ માસિકપત્રના અંક ૯-૧૦ના પૃષ્ટ ૩૪૦ પર છપાવેલી હતી. (૨) વિ. સં. ૧૫૪૪. સિદ્ધાંત સાદ્વાર લેખક–ખરતર
ગચ્છીય જિનહર્ષ સૂરિના શિષ્ય ઉપાધ્યાય કમલ સંયમ.
આ ચોપાઈની પ્રાચીન પ્રત પાટણના જ્ઞાનભંડારમાં છે. આ ચોપાઈ ઉપરાંત લોકશાહની ઉપરોકત ઉસૂત્ર પ્રવૃત્તિનું ખંડન કરવા માટે કેટલાય આગના પાઠ પણ તેમાં આપેલા છે. આથી સિદ્ધ થાય છે કે કાશાહ સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, દાન વગેરેને તેમજ સાધુ અને શાસ્ત્રોને પણ માનતા નહતા. અને તેથી જ આ પ્રમાણે સૂત્રાનુસાર ખંડન કરવાની જરૂર પડી હતી. (૩) વિ. સં. ૧૫૪૪ મુનિશ્રી વીકાકૃત ઉત્સવનિરાકરણ બત્રીસી.
આ પાઈમાં મુનિશ્રી વીકાએ સમય લખેલો નથી. પરંતુ દેવવંદન સ્તવ નામની તેમની બીજી કૃતિમાં વિ. સં. ૧૫૨૭ આપેલ છે તેથી આ સમયની આસપાસ તેમણે આ બત્રીશી બનાવેલી હશે કારણ કે તે વખતે કાશાહ, જૈનાગમ, જેનશ્રમણ, સામાયિક, પષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વગેરેને લોંકાશાહ નિષેધ કરતા હશે. (૪) વિ. સં. ૧૭૮, દયાધર્મ પાઈલેખક–લેંકાગચ્છીય
યતિ ભાનુ ચંદ્ર
યતિ ભાનુચંદ્રનો સમય લકશાહના મૃત્યુ બાદ ફક્ત ૩૭ કે ૪૬ વર્ષ પછીને છે. એટલું જ નહિ પણ તે લોકાગચ્છના જ અનુયાયી હોઈને તેઓ વિશેષ વિશ્વાસપાત્ર ગણાય. તેમણે આ ચોપાઈમાં કાશાહના જીવન ઉપર સારો પ્રકાશ પાડ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org