________________
૩૨૦
મૂળ જૈન ધર્મ અને કરેણ (તમારી ઈચ્છા હોય તો) અમુક કાર્ય કરો.' એ શબ્દ પ્રયોગ કરે પણ આદેશનાં રૂપમાં કોઈને હુકમ ન કરે.
આચાર્ય વકેર એટલે કુંદકુંદાચાર્ય આ ભાવને સમજ્યા જ નથી અથવા સમજ્યા હોય તે જાણુંબુઝીને તેમણે તેને અર્થ બદલી દીધો છે. કારણ કે નગ્ન, કરપાત્ર તથા નિષ્પતિકર્મ સાધુને એવું કોઈ કાર્ય હેતું નથી કે જે બીજા સાધુ પાસે કરાવવું પડે. - એવા વિચારથી તેમણે “ઈચ્છાકાર ને અર્થ કર્યો “ઈઠે ઈચ્છાકારે” એટલે કે ઇષ્ટનું કાર્ય કરવાની ઈચ્છા. પરંતુ એટલું ય ન વિચાર્યું કે ઈચ્છા” એ સામાચારી અથવા સામાચારનું કાર્ય કેમ હોઈ શકે ?
શુભ કાર્ય કરવાની ઇચ્છા કરવી એ જીવમાત્રનું કર્તવ્ય છે. એવા સર્વસાધારણ માનસિક વિચાર માત્રને “સાધુ સમાચાર કહે એમાં કાંઈ અર્થ રહેતો નથી.
એ જ પ્રમાણે આસિયા ” શબ્દને બગાડીને “આસિયા બનાવી દીધો. તેના અર્થની કંઈ જ સંગતિ થતી નથી,
છંદણ” તથા “નિમન્તણુના અર્થ મૂળ ગાથામાં બિલકુલ અસ્પષ્ટ છે. છંદણ ગહિદે દળે અગહિદ દવે ણિમંતણું” એ પ્રમાણે મૂળ ગાથાના શબ્દ છે. તેને અર્થ–ગ્રહણ કરેલા દ્રશ્યમાં છંદના અને અગ્રહીત દ્રવ્યમાં નિમત્રણ એમ અર્થ થાય છે. પરંતુ એ શબ્દોથી કોઈ વિશિષ્ટ અર્થ નીકળતા નથી. આગળ ઉપર તેમણે કંઈક સ્પષ્ટીકરણ જરૂર કર્યું છે પણ ત્યાંય અર્થની સંગતિ થતી નથી.
સામાન્ય રીતે બને પરિભાષાઓના અર્થ બગાડી નાખ્યા છે. તેમાં પણ નિમંત્રણને અર્થ એકદમ ખરાબ કરી નાખ્યો છે. તેના વિવરણ માટેની ગાથા આ પ્રમાણે છે–
गुरु साहम्मियदव्वं, पुत्थयमण्णं च गेहिदुं इच्छे । ते सिं विणयेण पुणो णिमंतणा होइ कायव्वा ॥ १३८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org