________________
३२६
મૂળ જૈન ધર્મ અને મિ આવે છે એટલે તે ધાર્મિક નહિ પણ વ્યવહારિક કાર્ય થયું કે જેમ કરવું દ્વિધારી મુનિને કહપે નહિ,
વળી તીર્થકર ભગવાન આવું કાર્ય મુનિને કપતું નથી એમ પણ કહ્યા વિના રહે નહિ, પરંતુ કથામાં એ બાબત કાંઈ જ લખ્યું નથી. એટલે એ વાત કાલ્પનિક ઉપજાવી કાઢેલી છે એમ ચામું સમજી શકાય છે.
બીજુ–કથા કહે છે કે શ્રી કુંદકુંદાચા ઉપલબ્ધ સર્વ આગમ શાસ્ત્રોને અભ્યાસ કર્યો હતો અને તે ઉપરથી તેમને સૈદ્ધાંતિક વિષય સંબંધમાં શંકા ઉત્પન્ન થઈ હતી. પરંતુ તેમને કેટલી શંકાએ ઉત્પન્ન થઈ હતી અને કઈ કઈ શંકાઓ ઉત્પન્ન થઈ હતી તેની કંઈપણ વિગત દિગંબર સંપ્રદાયના કેઈપણ સાહિત્યમાં ક્યાંય પણ બતાવી નથી.
પહેલું તે એક–એવા શાસ્ત્રજ્ઞ જ્ઞાની મહાત્માને સૈદ્ધાંતિક શકાઓ ઉત્પન્ન થાય અને તે શંકાઓનું સમાધાન અહીં કોઈ કરી ન શકે ત્યારે તે શંકાએ ભારે મહત્વની હોય એમ તે ચા કેઈ સમજી શકે જ. એવી શંકાઓનું જ્યારે તીર્થકર ભગવાન પાસેથી સમાધાન મેળવાય ત્યારે તે વાત ગુપ્ત રાખવા જેવી તો હોય જ નહિ. એટલું જ નહિ પરંતુ એવી મહત્વની વાત તો ભગવાન પાસેથી સમાધાન મેળવ્યા પછી તરત જ આચાર્યશ્રીએ તે જ જાહેર કરી દેવી જોઈએ કે જેથી બીજા સર્વ સાધુઓને તે સંબંધી સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય.
પરંતુ આપણે જોઈએ છીએ કે શ્રી કુંદકુંદાચાર્યું એવું કશું જ કર્યું નથી. એથી સ્પષ્ટ થાય છે કે વિદેહક્ષેત્ર જઈને તેમણે તીર્થકર ભગવાન પાસેથી કે સમાધાન મેળવ્યું નહેતું કારણ કે તેમના જેવા બુદ્ધિશાળી જ્ઞાની મહાત્મા સત્ય જ્ઞાનના પ્રચારની ખાતર પણ પોતે મેળવેલ સમાધાનની વિગત જણાવ્યા વિના રહે જ નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org