________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૦
૩૨૯
સંપ્રદાયવાદીએ તેમના સંપ્રદાયના પરંપરાથી ચાલ્યા આવતા મત તથા કિંવદંતીઓને સત્ય તરીકે માની લીએ તે સ્વભાવિક છે. પરંતુ તટસ્થ, નિષ્પક્ષ, બિનસંપ્રદાયી જૈન તો સત્યાસત્યને વિવેકપૂર્વક વિચાર કરીને પ્રમાણથી જે સિદ્ધ થાય છે તેને જ સત્ય તરીકે સ્વીકાર કરે.
શ્રી કુંદકુંદાચાર્યના વિદેહગમનની વાત ઉપરના કારણેથી સત્ય સિદ્ધ થતી નથી એટલે તે માની શકાતી નથી.
વિદેહગમન ઉપસ્થિત થવાના ત્રણ કારણે
ત્યારે કોઈને શંકા થશે કે શ્રી કુંદકુંદાચાર્યના વિદેહગમનની વાત ઉપસ્થિત થઈ કેવી રીતે ? તેમ થવામાં પણ કોઈ નિમિત્ત કારણ હતું કે નહિ.
આવી શંકા પણ થઈ શકે અને તેથી તે સંબધી પણ આપણે વિચાર કરીએ,
(૧) આપણે ઉપર જોઈ ગયા કે શિલાલેખમાં શ્રી કુંદકુંદાચાર્યને ચારણઋદ્ધિ (લબ્ધિ) પ્રાપ્ત થઈ હતી એવો ઉલ્લેખ છે.
(૨) શ્રી કુંદકુંદાચાર્યે તેમના પુસ્તકોમાં “ભગવાને જેમ કહ્યું છે તેમ જ હું કહું છું” એવી મતલબના શબ્દો લખેલા છે.
(૩) શ્રી કુંદકુંદાચાર્ય મહાપ્રતિભાશાળી વિદ્વાન તરીકે પ્રસિદ્ધ હતા.
પ્રતિભાશાળી મહાપુરૂષો માટે તેમનું મહામ્ય વધારવા માટે અનેક જાતની કાલ્પનિક વાત તેમના ભકતો તરફથી વહેતી મૂકાય છે એ એક જાણીતી વાત છે.
મહાત્મા ગાંધીજીની અહિંસા તે ઘણું અધૂરી હતી. છતાં તેમની અહિંસાથી પ્રભાવિત થઈને તેમને કૃષ્ણના અવતાર ગણાવવાનું ચાલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org