________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૦
૩૩૫
થાય છે કે શ્રી કુંદકુંદાચાર્યના સમયમાં દેવદ્રવ્યની તથા દાન આપેલા દ્રવ્યની દુવ્યવસ્થા થવાની એક સામાન્ય વાત થઈ ગઈ હતી. મંદિરની વ્યવસ્થામાં સાધુઓની પૂરેપૂરી દખલગીરી થઈ ચૂકી હતી અને તેઓ પિતાને આચાર માર્ગ છોડીને ગૃહસ્થોચિત ચૈત્યકાર્યો કરવા લાગી ચૂક્યા હતા.
જૈન ઈતિહાસથી એ વાત સિદ્ધ થાય છે કે વિક્રમની પાંચમી સદી સુધીમાં સાધુઓ ચૈત્યમાં રહીને તેની વ્યવસ્થા કરવામાં લાગી ગયા હતા અને છઠ્ઠી સદીથી દશમી સદી સુધી તેમનું પૂણું સામ્રાજ્ય રહ્યું હતું. તેઓ પોતપોતાના ગચ્છ સંબંધી ચેની વ્યવસ્થામાં સર્વાધિકારીપણે કામ કરતા હતા.
તે સમયના સુવિહિત આચાર્યો એ પ્રવૃત્તિને વિરોધ પણ કરતા હતા, પરંતુ ચૈત્યવાસીઓ ઉપર કોઈ અસર થતી ન હતી. આ સમયને વેતાંબર ગ્રંથકારોએ “ત્યવાસ પ્રવૃત્તિ સમય ”ના નામથી ઘોષિત કરેલ છે. આચાર્ય કુંદકુદે
આ સમયની પ્રવૃત્તિઓનું ખંડન કર્યું છે. તેથી એ સિદ્ધ થાય છે કે તેઓ પાંચમી સદી પહેલાંની
વ્યકિત નથી. ૮. “યસારની ૧૦૫ તથા ૧૦૮ થી ૧૧૧ સુધીની ગાથાઓમાં
શ્રી કુંદકુંદાચાર્યે સાધુઓની અનેક શિથિલ પ્રવૃત્તિઓનું ખંડન કર્યું છે તેમાં રાજસેવા, જોતિષવિદ્યા, મંત્રોથી આજીવિકા, ધનધાન્યને પરિગ્રહ, મકાન, પ્રતિમા, ઉપકરણ આદિને મોહ, ગચ્છને આગ્રહ, વસ્ત્ર તથા પુસ્તકની મમતા વગેરે વાતોનું ખંડન ખાસ લક્ષ દેવા યોગ્ય છે.
કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે આ સર્વ ખરાબીઓ સાધુ સમાજમાં છઠી અને સાતમી સદીમાં પૂર્ણ રૂપથી થઈ ચૂકી હતી. વિક્રમની ત્રીજી ચોથી શતાબ્દિ સુધી જૈન સાધુઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org