________________
૩૪૦
નસિક ઉલ્લેખ કયાને માન આજે
મૂળ જેન ધર્મ અને તેમણે લોકાશાહ લીંબડીના હતા તેમ લખેલ છે. પરંતુ ઈતિહાસ સાક્ષી પૂરે છે કે “મૂલનાસ્તિ કુતઃ શાખા” જ્યાં મૂળ જ નથી ત્યાં શાખા ક્યાંથી હોય ? મતલબ કે લોકાશાહને થયા આજે પાંચસો વર્ષ થાય છે. જ્યારે લીંબડી વસ્યાને માત્ર ૨૫૦ વર્ષ થયા છે. એ ઐતિહાસિક ઉલ્લેખ “ ઝાલાવંશ વરિધિ' અને અન્ય પુસ્તકમાંથી મળી આવે છે. એટલે મેં-માથા વગરની વાત વહેતી મૂકે છે”
જેઓ સાચી વાતને જવાબ આપી શકતા ન હોય તેઓ સંપ્રદાયવાદના ઝેરને લીધે કેવી ખેટી ટીકા કરવાને પ્રવૃત્ત થાય છે તેને આ એક નમૂનો છે.
લોકાશાહ સંબંધી મેં કોઈ ખોટો આક્ષેપ કર્યો નથી. પણ અનેક પ્રાચીન લેખકેના ઐતિહાસિક પ્રમાણે આપીને લેકાશાહના જીવનની સત્ય હકીકત પ્રગટ કરી છે. અને તે સર્વ પ્રમાણુ આજે પણ ભંડારમાં મોજુદ છે તે પણ મેં બતાવેલું છે.
અંધશ્રદ્ધાથી મુનિશ્રી સદાનંદીને તથા સ્થાનકવાસીઓને સાચા પ્રમાણે ન માનવા હેાય અને સર્વધર્મ કિયાને નિષેધ કરનાર લોકાશાહને ખોટી રીતે “ધર્મપ્રાણુ કહી અસત્ય માન્યતાનું પાપ વહેરવું હોય તે તે જૈનધમ કહેવડાનાર માટે દૂષણ જ છે.
મૂલનાસ્તિ કુતિ શાખા “તથા” મેં માથા વગરની વાત વહેતી મૂકે છે.” એમ કહે છે તે શું લોકાશાહ થયા જ નહોતા એમ માનો છો? તમારા શબ્દનો અર્થ તે એમ જ થાય છે. કારણ નહિતર મેં તો અનેક પ્રમાણે સાથેની જ વાત લખી છે.
આગળના વખતમાં રાજા રાજા વચ્ચે લડાઈઓ અવાર નવાર થયા કરતી હતી ત્યારે એવું પણ બનતું કે એક લડાઈમાં એક રાજાએ કઈ નગર કે શહેરને ભાંગી નાખ્યું હોય પણ પછી થોડા વખતે બીજા રાજાએ તે જ નગર ફરી વસાવ્યું હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW