________________
૩૩૪
મૂળ જૈન ધર્મ અને
૫. લિંગ પ્રાભૂતની ગાથા ૯, ૧૦, ૧૬ અને ૨૧મીમાં સાધુએના
આચાર વિષયક શિથિલતાઓની નિંદા કરી છે તે જોતાં એમ જ માનવું પડે છે કે જ્યારે સાધુઓમાં પર્યાપ્ત શિથિલતા આવી ગઈ હતી તે સમયના શ્રી કુંદકુંદ ચાય છે તેમાં ગૃહસ્થાના જેવી અન્ય પ્રવૃત્તિની ઉપરાંત જમીન જાગીર લેવી અને ખેતીવાડી કરાવવા સુધીની શિથિલતા પ્રવિષ્ટ થઈ ગઈ હતી. એવા સમય નિશ્ચિત રૂપથી વિક્રમની પાચમી સદી પછીને હતે.
५
રણસારની ૧૮ મી ગાથામાં સાત ક્ષેત્રમાં દાન કરવાના ઉપદેશ કરવા ઉપરાંત તે જ પ્રકરણની ગાથા ૨૮ મીમાં શ્રી કુંદકુંદાચાય કહે છે કે પગમકાળમાં આ ભારતવર્ષમાં યંત્ર, મંત્ર, તંત્ર, પરિચર્યા ( સેવા અથવા ખુશામદ), પક્ષપાત અને મીઠા વચનેાના કારણથી જ દાન દેવામાં આવે છે પણ મેાક્ષના હેતુથી નહિ.”
તેમનું આ કથન સાબિત કરે છે કે આ દેશમાં તાંત્રિકમતના ખૂબ પ્રચાર થઈ ગયે। હતા અને મેાક્ષની ભાવનાની અપેક્ષાએ સાસારિક સ્વાર્થ તથા પક્ષાપક્ષીનું બજાર ખૂબ ગરમ થઈ ગયું હતું તે સમયની વ્યકિત શ્રી કુંદકુંદાચાય હતા. પુરાતત્ત્વવેત્તાને ભાગ્યે જ કહેવાની જરૂર રહે છે કે ભારત વમાં એવી ાિંત વિક્રમની પાંચમી સદી પછી જ થઈ હતી. ૭. ચણસારની ગાથા ૩૨ મીમાં જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, જિનપૂજા અને તી વદન વિષયક દ્રવ્યભક્ષણ કરવાવાળાને નરક દુ:ખના ભાગી બતાવીને કુંદકુંદાચાય કહે કે—“ પૂજાદાન આદિનુ દ્રવ્ય હરણ કરવાવાળા પુત્રકલત્રહીન, દરિદ્ર, પશુ, ગૂગ, બહેરા અને અધા થાય છે તેમજ ચડાળ આદિ કુળમાં જન્મ લીએ છે.’
એ જ રીતે તે પછીની ૩૩-૩૬ મી ગાથાઓમાં પૂજા અને દાન આદિ દ્રવ્યનું ભક્ષણ કરવાવાળાને વિવિધ દુર્ગતિના દુ:ખભોગી થવાનું બતાવ્યુ છે. તેથી સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org