________________
૩૨૨
મૂળ જેન ધર્મ અને પ્રત્યેક પદનું નિરૂપણ કરીશ. આ “પ્રત્યેક પદ” શબ્દપ્રયોગથી તેમણે એ જ દશ પદના વિવરણને પદ વિભાગ સામાચારી માની લીધી. પરંતુ તેથી સમાચારના ત્રણ ભેદ પુરા થયા નહિ તેથી ત્રિવિધ સામાચરીને બદલે બે જ પ્રકારના જ સમાચાર માનીને રહી ગયા,
એ પ્રમાણે પ્રકરણની અપૂર્ણતા, પરિભાષાઓની અનભિજ્ઞતા તથા અર્થની અસંગતિયોને વિચાર કરવાથી એ વાત લગભગ નિશ્ચિત થઈ જાય છે કે દિગંબર આચાર્યો દશવિધ સામાચારીની મૌલિક વાતે શ્વેતાંબર સંપ્રદાયની આવશ્યક નિર્યુકિતઓમાંથી લીધેલી છે અને તેની વ્યાખ્યા કરતી વખતે અર્થ બદલવાની ચેષ્ટા કરી છે પણ તેમાં સફળ થયા નથી. ઉપરના સંક્ષિપ્ત વિવરણથી જાણવામાં આવી ગયું હશે કે, મૂળાચારની રચના દશવૈકાલિક. મહા પચ્ચખાણ આદિ પન્ના, આવશ્યક નિર્યુક્તિ તથા આવશ્યક ભાષ્ય આદિ અનેક વેતાંબર સંપ્રદાયના આગમ તેમજ ભગવતી આરાધના આદિ કેટલાક દિગંબર સંપ્રદાયના ગ્રંથોના આધાર ઉપર થયેલ છે,
આ સંબંધમાં કોઈ ને શંકા ન રહે માટે જણાવવાનું કે વેતાંબર સંપ્રદાયના છેદ સૂવે, આવશ્યક ભાષ્ય વગેરેની ગાથાઓના મૂળાચારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે તે છેદ સૂત્રો ભાછો વગેરે વેતાંબર તથા દિગંબર સંપ્રદાય ટા પડ્યા પછી લાંબે વખતે વેતાંબર આચાર્યોએ બનાવેલા છે. એટલે કે તાંબર દિગબર છૂટા પડ્યા પહેલાંના એ થે નથી.
વદકેર (કુંદકુંદ) સામાયિક નિર્યુકિતને આચાર્ય પર પરાગત બતાવે છે. પરંતુ દિગંબરામાં વિટ્ટરની પહેલાંની કોઈ પડ આવશ્યક નિયુકિત નહોતી. એથી ઊલટું વેતાંબર પરંપરામાં “મહાપચ્ચકખાણ આદિ અનેક અતિ પ્રાચીન આરાધના વિષયક પ્રયન્ના” ગ્રંથ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org