________________
૨૨૪
મૂળ જૈન ધર્મ અને
સ્થાનાંગ સત્રમાં સાધુએ વસ્ત્ર ધારણ કરવાના ત્રણ કારણ બતાવ્યા છે–(૧) લજજા જીતવાની અસમર્થતા, (૨) અંગ અદિની જુગુપ્સનીયતા અને (૩) પરિસહ સહન કરવાની અસમર્થતા.
આમાં ત્રણ કારણ જ બતાવ્યા છે. બીજા બે કારણ એટલે(૪) નવ પૂર્વ સુધી ભણ્ય ન હોય અને (૫) વીશ વર્ષની દીક્ષા પર્યાય ન હોય તે પણ વસ્ત્ર ધારણ કરે એમ સ્થાનાંગ સૂત્રમાં ચોથા પાંચમા એમ બે વધારે કારણ દર્શાવ્યા નથી. એટલે મુનિશ્રીની પ્રરૂપણ તેમણે જ બતાવેલ સૂત્રસિદ્ધાંત વિરુદ્ધ જાય છે તે તેમને ધ્યાનમાં રહ્યું નથી.
પરંતુ નગ્નત્વ એ ખરેખર અશિષ્ટ જ હોય તે ભગવાન તેની પ્રરૂપણું કરે જ નહિ મહાવીર ભગવાનના વખતમાં નગ્ન સાધુઓ હતા જ અને તેઓ ભિક્ષાર્થે પણ જતા જ.જે નગ્નત્વ તે વખતે અશિષ્ટ જ હોય તે સૂત્રમાં નગ્ન સાધુ માટેનું વિધાન જ ન હોય. ભગવતી સૂત્ર શતક ૧ ઉ. ૯ માં કાલાસ્યષિ પુત્ર અણગારને અધિકાર છે. તેમાં કાલાસ્યષિ પુત્ર અણગાર પણ નગ્ન રહે છે, ભિક્ષાને માટે બીજાને ઘેર જાય છે એમ કહેલું જ છે. એટલે ભગવાન મહાવીરના વખતમાં નગ્ન સાધુ નહતા એમ કોઈ કહી શકે તેમ નથી. અથવા કહે છે તે જુઠાણું જ ગણાય.
મતલબ કે તે વખતે સચેલક કરતાં અચેલક સાધુ જ વિશેષ હશે. લગેટધારીનુ સચેલકપણું તે અપવાદરૂપ હતું. એટલે લગેટધારી તો જુજ જ હશે. તેથી તે વખતે સાધુનું નગ્નત્વ અશિષ્ટ ગણાતું નહિ જ હેય, તે પણ આપણે તે સંબંધી વિશેષ વિચાર કરીએ.
શિષ્ટતાનું ધોરણ શિષ્ટતાનું રણ સંસારી માં એટલે ગૃહસ્થોમાં એક સરખું નથી હોતું. પણ કક્ષા પ્રમાણે જુદું જુદું હોય છે. હલકા વર્ગમાં જે આચાર શિષ્ટ ગણાય છે તે આચાર મધ્યમ વર્ગમાં શિષ્ટ ગણાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org