________________
હાલના સ ંપ્રદાય પ્ર, ૧૯
૩૧૧
નિર્વાણુ ૧૦૩૨ ) માં વિદ્યમાન હતા એમ પંચસિદ્ધાંતિકામાં બતાવેલુ છે. જ્યારે વરાહમિહિરનું અસ્તિત્વ વીર નિર્માણુ સંવત ૧૯૩૨ માં નિશ્ચિત છે ત્યારે તેમના ભાઈ શ્રુતકેવળી ભદ્રબાહુ હોઈ શકે નહિ.
વસ્તુતઃ શ્રુતકેવળી ભદ્રબાહુ તથા વરાહમિહિરના ભાઈ ભદ્રબાહુ એ બંને ભિન્ન ભિન્ન વ્યક્તિ હતા.
દિગબરાચાર્યોએ એ બંનેને ભિન્ન માન્યા છે પરંતુ જ્યાતિષી ભદ્રબાહુને તેએ વિક્રમની પહેલી સદીમાં થયેલા માને છે. એ ભૂલ છે. વરાહમિહરને જે સમય છે એ જ આ ખીજા ભદ્રાહુને! સમય હાવે જોઈ એ.
દિગંબર પ્રથામાં ખીજા ભદ્રબાહુને ‘ ચરમ નિમિત્તધાર' લખેલા છે તેમજ શ્વેતાંબર જૈન ગ્રંથામાં પણ ખીજા ભદ્રબાહુને ‘ નિમિત્તવેત્તા અને ‘ ભદ્રબાહુ સંહિતા નામના ગ્રંથના પ્રણેતા' લખેલા છે. પણ આ પ્રતિષ્ઠાનપુર નિવાસી વરાહમિહિરના ભાઇ ભાહુને શ્રુતકેવળી ભષાહુથી ભિન્ન નથી માન્યા. એ એક ચિરકાલીન ભૂલ કહી શકાય છે.
વરાહમિહિરના ભાઈ ભદ્રબાહુ વિક્રમની પાંચમી સદીના અંત અને છઠ્ઠી સદીની શરૂઆતના વિદ્વાન હતા. લગભગ એ સમયે હરિગુપ્ત નામના કાઈ ગુપ્તરાજવી વ્યકિતએ જેમ શ્વેતાંબર સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી તેમ જ ચંદ્રગુપ્ત નામના રાજવશી પુરુષે પણ આ ભદ્રબાહુની પાસે દીક્ષા અંગીકાર કરી હશે. અને નવદીક્ષિત ચંદ્રગુપ્તને લઈ ને એ આચાર્ય દક્ષિણાપથ તરફ ગયા હશે.
ભદ્રબાહુના દક્ષિણમાં જવા સબંધીની ઘટના વિક્રમની છઠ્ઠી સદીના પહેલા ચરણમાં બની હતી. તે સમયે ઉત્તર ભારતવર્ષમાં ભયંકર દુકાળ પડ્યો હતા અને સુકાળ થયા પછી સૈારાષ્ટ્રમાં વલભીમાં દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણુની અધ્યક્ષતામાં શ્વેતાંબર શ્રમણુસધનુ એક ભારે મોટું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org