________________
૩૧૨
મૂળ જૈન ધર્મ અને
સંમેલન થયું હતું. અને તેમાં માથુરી તથા વાલી વાચનાઓનું એકીકરણ તથા પુસ્તક લેખન સંબંધી ચિરસ્મરણીય કાર્ય સંપન્ન થયું હતું.
બીજા ભદ્રબાહુની દક્ષિણમાં જવાની અર્વાચીન ઘટનાને શ્રુતકેવળી ભદ્રબાહુના નામની સાથે જોડી દઈને દિગંબર લેખકેએ તેમના સંપ્રદાયની પ્રાચીનતા ઠરાવવાની ચેષ્ટા કરેલ છે. પરંતુ તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ છે, કે દિગંબરાના જ લેખેથી એ ઘટના બીજા ભદ્રબાહ સબંધીની હેવાનું સિદ્ધ થાય છે.
બાહુબળી ચરિત્ર
રાજાવલી કથા ગોમટેશ્વર તીર્થના સંબંધમાં દિગંબર ઈતિહાસકાર કહે છે કે—
આ સ્થાન પ્રાચીન કાળમાં તીર્થરૂપે હતું. પરંતુ સમય જતાં તે ભૂલાવા લાગ્યું. તેને માર્ગ કઠિન હતો. એટલે લોકોની અવરજવર ત્યાં થતી ન હતી. દક્ષિણ મથુરાના ગંગ વશી રાજા રાયમલના મંત્રી ચામુંડરાયે અહીં આવી આ તીર્થ પ્રગટ કર્યું. ઘણું સમય સુધી ચારે બાજુ ચોકી પહેરે મૂકી માણસોની અવર જવર રોકીને આ મૂર્તિને ઘટતો સંસ્કાર આપી શક સં. ૮૦૦ માં તેની પ્રતિષ્ઠા કરી તેનું ગામશ્વર નામ રાખવામાં આવ્યું અને તે મૂર્તિના બંને પગ પાસે શ્રી ચામુંદરા માસિટું એટલે શ્રી ચામુંડરાજે નિર્માણ કરાવી તથા શ્રી ચામુંડાને કવિ એટલે શ્રી ચામુંડરાજે બનાવરાવી એવા શિલાલેખો છે.
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે એ તીર્થ પ્રાચીન છે પણ તે મૂર્તિ અને તેનું નામ અર્વાચીન છે. કારણ કે તે શક સં. ૮૮૦ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org