________________
૩૧૦
મૂળ જૈન ધર્મ અને વૃક્ષ સમીપમાં રહીને સુધા પિપાસાદિ જીતીને અનશન કરીને સમાધિથી મૃત્યુ પામીને સ્વર્ગવાસી થયા હતા.
આ ઉપરથી પણ નકકી થાય છે કે દિગંબર સંપ્રદાયના પૂર્વના લેખકે પણ શ્રુતકેવળી ભદ્રબાહુને દક્ષિણમાં ગયેલા માનતા નથી પણ ઉજજયિનીમાં સ્વર્ગવાસ પામેલા માને છે.
બીજા ભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત સંભવ છે કે ગુખના સમયમાં ચંદ્રગુપ્ત નામના કોઈ ગુપ્તવંશીય રાજાએ વરાહમિહિરના ભાઈ ભદ્રબાહુ નામના જૈન આચાર્યની પાસે
નદીક્ષા લીધી હેય. અને તે વાતને પાછળના લેખકોએ અવિવેકથી શ્રુતકેવળી ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના નામ સાથે જોડી દીધી હોય.
ચંદ્રગુપ્તને લઈને ભદ્રબાહુના દક્ષિણાપથ તરફ જવાની વાત પણ એ જ બતાવે છે કે એ ભદ્રબાહુ તે પ્રતિષ્ઠાનપુરના તિથી વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુ જ હતા.
તાંબર જૈન ગ્રંથોમાં ભદ્રબાહુને જયોતિષી વરાહમિહિરના ભાઈ લખેલા છે. જુઓ ક૯પ કિરણાવલી ૧૬૩ માં લખ્યું છે કે
प्रतिष्ठानपुरे वराहमिहिर भदवाहु द्विजौ बांधवौ प्रब्रजितौ । भद्रबाहोराचार्य पददाने रुष्टः सन् वराहों द्विजवेषमादत्य वाराहिसंहितां कृत्वा निमित्तैर्जीवति.
અર્થ–પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર તથા ભદ્રબાહુ નામના બે દ્વિજ (બ્રાહ્મણ) બંધુઓએ દીક્ષા લીધી હતી. ભદ્રબાહુને આચાર્ય પદવી આપવાથી વરાહમિહિરને રોષ આવ્યા તેથી તેણે દીક્ષા છેડીને દિવેશ ધારણ કર્યો અને વારાહિસંહિતા બનાવીને નૈમિત્તિક તરીકે જીવન ગાળવા લાગ્યો.
પરંતુ શ્વેતાંબર લેખક આ ભદ્રબાહુને શ્રુતકેવળી કહે છે તે બરાબર નથી. કારણ કે જ્યોતિષી વરાહમિહિર શક સંવત ૪૨૭ (વીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org