________________
३०८
મૂળ જૈન ધર્મ અને તેમાં પહેલી શાખા “તામલિત્તિયા”ની ઉત્પત્તિ વંગ દેશની તે સમયની રાજધાની તાલિત્તી અથવા તામ્રલિપ્તિથી થઈ હતી. તામ્રલિપ્ત એ દક્ષિણ બંગાલનું પ્રસિદ્ધ બંદર હતું.
બીજી શાખા “કડીવરિસિયા”ની ઉત્પત્તિ કોટિવર્ષ નગરમાં થી હતી. આ નગર રાઢ દેશ (હાલને મુર્શિદાબાદ જિલ્લો-પશ્ચિમી બંગાલ)ની રાજધાની હતું. - ત્રીજી શાખા “પુડ બદ્ધણિયા” હતી તે પુંડ્રવર્ધન (ઉત્તર બંગાળની રાજધાની)થી ઉત્પન્ન થઈ હતી. બોગર જિલ્લામાં જમાલગંજ સ્ટેશનથી ૩ માઈલ દૂર પહાડપુર ગામ છે. તે જુનું પુડવર્ધન છે. - આ ત્રણેય શાખાઓના ઉત્પત્તિસ્થાને પૂર્વ સમુદ્ર તથા ગંગા નદીની નજીકના બંગાળમાં હતા. અને તેમાં અધિક સમય નિવાસ કરવાને કારણે ગાદાસગણના સાધુ સમુદાયની શાખાઓ એ સ્થાનના નામથી પ્રસિદ્ધ થઈ હતી.
આથી એ વાત નિશ્ચિત છે કે દુકાળના સમયમાં ભદ્રબાહુ તથા તેમને સાધુ સમુદાય બંગાળમાં જ્યાં વરસાદ સારો થવાથી દુકાળની ખરાબ અસર ન હતી ત્યાં રહેલા હતા.
શ્રુતકેવલી ભદ્રબાહુ દક્ષિણમાં જવાની કથા દિગબર ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે તે સર્વ કથા વિક્રમની દશમી સદી પછીની લખેલી છે. દક્ષિણ જવાવાળા ભદ્રબાહુ વિક્રમની છઠી સદીના આચાર્ય હતા. એ વાત શ્રવણ બેલગેલના પાર્શ્વનાથ-વસ્તિના લગભગ શક સંવત પર૨ માં લખેલા શિલાલેખ ઉપરથી તેમ જ દિગંબર સંપ્રદાયના દર્શનાર, ભાવસંગ્રહ વગેરે ગ્રંથો ઉપરથી સિદ્ધ થઈ ચૂકી છે.
એટલે શ્રુતકેવળી ભદ્રબાહુના નાતે દિગંબર સંપ્રદાયની પ્રાચીનતા વિષયક વિદ્વાનોના અભિપ્રાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org