________________
૨૪૬
મૂળ જૈન ધર્મ અને (૨) રાજદિ વર્ગના મનુષ્ય વૈરાગ્યશાળ હય, જે લિંગશુદ્ધિ રહિત , જેની પુરુષેન્દ્રિય વિકૃત હોય અથવા જે લજજાશીલ હોય અથવા ઠંડી આદિ સહન કરવામાં જે અસમર્થ હેય તે અપવાદ લિગ રૂ૫ ચટાઈ, વસ્ત્ર આદિથી લજજા અને શીત દૂર કરી શકે છે.
ઉપર પ્રમાણે સ્ત્રીને પરિત ઉપાધિ ઉપરાંત સર્ગિક અથવા આપવાદિક લિગ રાખવાની આજ્ઞા આપવાથી એ સિદ્ધ થાય છે કે પહેલાં દિગંબર સંપ્રદાયવાળા ધાર્મિક યોગ્યતાના નાતે સ્ત્રી કે પુરુષમાં કઈપણ અંતર માનતા નહતા. સીને સર્વથા નગ્ન રહેવાને નિષેધ હતે તો પણ તેમની આત્મોન્નતિની યોગ્યતા પુરુષથી હીન માની નહતી, પાછળના આચાર્યોએ માન્યતા ફેરવી
પાછળના દિગંબર આચાર્યોએ સ્ત્રીઓની પાંચમા ગુણસ્થાનકથી આગળ વધવાની યોગ્યતા માની નથી, ભલે પછી તે માસમાસના ઉપવાસ કરવાવાળી તથા ચારિત્ર પાળવાવાળી સાધ્વી પણ કેમ ન હોય. પાછળના દિગંબર ગ્રંથકારોના મતથી સ્ત્રી એટલી જ આત્મોન્નતિ કરી શકે કે જેટલી એક દેશવિરતિ ગૃહસ્થ શ્રાવક કરી શકે છે.
પરંતુ અમે સમજીએ છીએ તે પ્રમાણે ભગવતી આરાધના ગ્રંથના કર્તા આચાર્ય શિવકોટિ, આર્યા અને સાધુની યોગ્યતામાં કંઈ અંતર-ફરક સમજતા નહોતા. એ જ કારણ છે કે તેમણે આર્યાઓના મરણને બાળપડિત મરણ ન માનતાં “પંડિત મરણ” માનેલ છે. પ્રાચીન દિગંબરાચાર્યોના ગ્રંથમાં
ઉપધિના ઉલ્લેખો પ્રાચીન દિગંબરાચાર્યે કૃત ગ્રંથોમાં શ્રમણ અને આર્થીઓની ઉપધિમાં કયા કયા ઉપકરણ રહેતા હતા તેને નિર્ણય લેવામાં આવતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org