________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૮
२९६ પણ એ વૃતાંત દેવસેન તથા વામદેવે આપેલા વૃતાંતથી તદન જુદા પ્રકારનું છે. ભટ્ટારકજીએ લખેલું વૃતાંત આખું ય અહીં ઉદ્ધત કરવું અશક્ય છે તેથી તેના સંક્ષિપ્ત સાર અહીં આપેલ છે. તે નીચે પ્રમાણે છે
એક સમય શ્રત કેવળી ભદ્રબાહુ બાર હજાર મુનિ પરિવારની સાથે ઉજજયિની નગરીની બહારના ઉધાનમાં પધાર્યા. ઉજજયિનીના રાજા ચંદ્રગુપ્તિ આચાર્ય મહારાજના વદનાર્થે ગયા અને તેમણે પાછલી રાતે જોયેલા સોળ સ્વનું ફળ પૂછયું. ભદ્રબાહુ સ્વામીએ રાજાને તેમના સ્વતોનું ફળ બતાવ્યું તે સાંભળીને રાજાને વૈર ગ્ય પ્રાપ્ત થયો અને ભદ્રબાહુ પાસે દીક્ષા લઈને જૈન મુનિ બન્યા.
એક સમયે ભદ્રબાહુ સ્વામી જિનદાસ શેઠને ઘેર આહાર માટે ગયા. ત્યાં ઘરમાં જતાં વેત જ પારણમાં (ઘેડિયામાં) ઝુલતા (સુતેલા) બે માસના બાળકે ભદ્રબાહુ સ્વામીને કહ્યું–જાએ, જાઓ.
સ્વામીએ પૂછયું–કેટલા સમય સુધી ? બાળક–બાર વર્ષ સુધી.
ભદ્રબાહુ સ્વામીએ સ્થાન પર આવીને મુનિ સંઘને બોલાવીને કહ્યું–સાધુઓ ! આ દેશમાં બાર વર્ષને ભયંકર દુકાળ પડવાને છે તેથી સંયમાથી મુનિઓએ આ દેશમાં રહેવું ઉચિત નથી.
ભદ્રબાહુનું વચન સાંભળીને સંઘ ત્યાંથી વિહાર કરવાને તત્પર થયો. ઉજજયિનીના ધનાઢય શ્રાવકોએ ત્યાં રહેવા માટે આગ્રહ કરવા છતાં ભદ્રબાહુએ ત્યાં રહેવાનું સ્વીકાર્યું નહિ ત્યારે તેઓએ રામલ્ય,
સ્થૂળાચાર્ય, સ્થૂળભદ્ર વગેરે સાધુઓને ત્યાં રહેવાની પ્રાર્થના કરી અને . તેમણે તે પ્રાર્થનાને સ્વીકાર કર્યો અને બાર વર્ષ સુધી ત્યાં રહેવાને - નિશ્ચય કર્યો.
ભદ્રબાહુ ઉજજયિનીથી બાર હજાર સાધુઓની સાથે કર્ણાટક તરફ વિહાર કરી ગયા. એક મેટી અટવીમાં પહોંચ્યા ત્યારે તેમણે નિમિત્તથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org