________________
૨૮૮
મૂળ જૈન ધર્મ અને
નિયત દિવસે આ. બદ્રબાહુએ કહ્યું હતું તેમ જ થયું. તેથી લોકોને તથા રાજાને આચાર્ય ઉપર વિશેષ માન ભકિત ઉત્પન્ન થયા તેથી વરાહ મિહિરની કીતિને ઝાંખપ લાગી ગઈ પણ ગઈ કીર્તિ પાછી મેળવવા તેણે થોડા વખતમાં જ બીજો પ્રસંગ સાધ્યો.
રાજાને ત્યાં પુત્ર જન્મ થયો. વરાહ મિહિરે તેની જન્મકુંડળી બનાવી કહ્યું કે–રાજપુત્ર ૧૦૦ સો વર્ષ જીવશે.
રાજા, રાણું તથા આખી પ્રજા એ ભવિષ્યવાણી સાંભળી ખૂબ રાજી થયા, પ્રજાના સર્વ આગેવાનોએ રાજાની પાસે જઈ હર્ષ કર્યો. જુદા જુદા ધર્મના ધર્માચાર્યોએ રાજા પાસે જઈ હર્ષ દર્શાવી આશીર્વાદ આપ્યા. પરંતુ એક ફક્ત આ. બદ્રબાહુ ગામમાં જ લેવા જતાં રાજા પાસે ગયા નહિ કે આશીર્વાદ કહેવડાવ્યા નહિ.
આ તકને લાભ લઈ વરાહમિહિરે રાજાને આચાર્ય વિરૂદ્ધ ઘણું કહ્યું. તેઓ અભિમાની છે એમ કહી તેમની ખૂબ નિંદા કરી.
શ્રાવકને આ વાતની ખબર પડતાં તેઓ ગુરુજી પાસે આવ્યા અને રાજા પાસે હર્ષ કરવા જવું જોઈએ એમ વિનંતિ કરી.
આચાર્ય મહારાજે કહ્યું–બે વાર રાજા પાસે શું જવું? એક વાર જ જઈશું.
શ્રાવકો–મહારાજ, એમ કેમ કહે છે?
આચાર્ય–ભાઈઓ, આ રાજપુત્ર ફક્ત સાત દિવસને જ મહેમાન છે. સાતમે દિવસે બિલાડીથી તેનું મૃત્યુ થવાનું છે.
શ્રાવકોએ રાજાજીને વાત કરી. વરાહમિહિરે તે ત્યારે છાતી ઠેકીને કહ્યું કે મારું કહેવું ખોટું ન થાય. સૂરિજી ભૂલ્યા છે; છતાં રાજાજીએ તો સાવચેતીની ખાતર ગામમાંથી બધી બિલાડીઓને પકડી પકડીને ગામ બહાર કઢાવી મૂકી. ગામમાં બિલાડી હોય તો જ તે રાજપુત્રને મૃત્યુ પાડી શકે ને ! વળી વધારે સાવચેતીની ખાતર રાજપુત્રને ભોંયરામાં સંરક્ષિત્ત રાખે કે જ્યાં બિલાડીને પ્રવેશ થઈ શકે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org