________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૯
૨૯
પ્રાચીન જૈન સાહિત્યમાં ભદ્રબાહુ તથા ચંદ્રગુપ્તના સંબંધી ઉપરની ત્રણેય બાબતોને કહ્યું સ્થાન નથી. - ભદ્રબાહુના સમયમાં જેમ લાંબા સમયને ભયંકર દુકાળ પડે હતો તેવી જ રીતે ફરીથી બીજી વાર ચંદ્રગુપ્તના સમયમાં પણ તે જ લાંબા કાળને ભયંકર દુકાળ પડ્યો હતો. પહેલી વાર એટલે ભદ્રબાહુ સ્વામીના વખતના દુકાળને “પહેલી બાર દુકાળી”ના નામથી ઓળખાવામાં આવે છે ત્યારે ચંદ્રગુપ્તના વખતના દુકાળને “બીજી બાર દુકાળી”ને નામથી ઓળખવામાં આવે છે.
બને વખતના બાર વર્ષના લાંબા દુકાળને જુદા જુદા ગણવાને બદલે એક જ વખતને બાર વર્ષને દુકાળ ગણીને કોઈએ ભૂલથી ભદ્રબાહુ તથા ચંદ્રગુપ્તને સમકાલીન માની લીધા અને તે વાત પરંપરા ચાલી આવી.
આવશ્યક ચૂર્ણ, તિગાલીપયન્ના વગેરે પ્રાચીન જન ગ્રંથાથી પ્રમાણિત થાય છે કે
ભદ્રબાહુના સમયમાં દુકાળ પડેલો તેમાં તે સુકાળ થતાં પાટલીપુત્ર નગરમાં શ્રમણસંધ એકત્ર થયા હતા ત્યારે અગીઆર અંગની વ્યવસ્થા કરી અને બારમુ દૃષ્ટિવાદ અંગ શિખવાને માટે સ્થૂળભદ્ર પ્રમુખ સાધુઓને ભદ્રબાહુ પાસે મોકલ્યા હતા. ત્યારે પાટલીપુત્રમાં નંદ રાજાનું રાજ્ય હતું. આ ઘટનાની સાથે ચંદ્રગુપ્તને કશો પણ નામોલ્લેખ નથી,
સેળ સ્વપ્નાની કલિપત વાત ચંદ્રગુપ્તને સોળ સ્વપ્ન આવેલા અને તેના ફળ ભદ્રબાહુ સ્વામીએ કહેવાની વાતને કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં ઉલ્લેખ નથી.
ડશ સ્વમાધિકાર, ભદ્રબાહુ ચરિત્ર અને એવા જ બીજા અર્વાચીન ગ્રંથમાં આ કથા અવશ્ય ઉપલબ્ધ થાય છે. પરંતુ અર્વાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org