________________
૩૦૨
મૂળ જૈન ધર્મ અને એમ લખેલું છે. તેમાં ચંદ્રગુપ્ત દીક્ષા લેવાની કંઈ વાત લખેલી નથી.
સમ્રાટ ચંદ્રગુપતે દીક્ષા લીધાની વાત મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત ભદ્રબાહુ સ્વામી પાસે દીક્ષા લીધાની વાત પણ દંતકથાથી કંઈ વિશેષ પ્રમાણવાળી નથી.
આ કથાને ભવેતાંબર જૈન સાહિત્યમાં તે કંઈક જ ઉલ્લેખ નથી. પરંતુ પ્રાચીન દિગંબર જૈન સાહિત્યમાં ય તેનું સમર્થન મળતું નથી. પ્રાચીન જૈન ગ્રંથોમાં દીક્ષાની વાત નથી.
મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત જૈનધર્મી હતા એમ તે જૈન તેમજ જૈનેતર દરેક વિદ્વાન સ્વીકારે છે. પરંતુ તેણે જૈન દીક્ષા લીધી હતી એમ તે કોઈ કહેતું નથી. એટલે દિગંબરની એ વાત પાયા વિનાની ઠરે છે.
આ કથાનું દિગબર 2માં જે ઢંગથી વર્ણન કરેલું છે તે જોઈને એમ જ કહેવું પડે છે કે શ્રુતકેવળી ભદ્રબાહુનો મૌર્ય ચંદ્રગુપ્ત સાથે કશો સંબંધ નહે. પ્રાચીન લેખમાં આ કથાના નાયક ભદ્રબાહુને ક્યાંય પણ શ્રુતકેવળી લખ્યા નથી. પણ તેમને નિમિત્તવેત્તા કહેલા છે. અને દિગંબરના કથન અનુસાર જ તે બીજા જ્યોતિષી ભદ્રબાહુ હોઈ શકે છે. શક સં. ૫૭૨ નો શિલાલેખ.
શ્રવણ બેલગોલના ચંદ્રગિરિ પર્વત ઉપરના શિલાલેખમાં ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તને ઉલ્લેખ છે. આ લેખ શક સંવત ૧૭૨ ની આસપાસના હોવાનું અનુમાન કરાય છે. જે આ અનુમાન ઠીક માની લેવામાં આવે તો એમ કહેવું અનુચિત નહિ ગણાય કે– - ચંદ્રગુપ્ત ભદ્રબાહુના શિષ્ય હોવાની માન્યતા દિગંબર સંપ્રદાયમાં વિક્રમની આઠમી સદીના પ્રારંભમાં જ ચાલુ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org