________________
૩૦૫
હાલના સંપ્રદાયે પ્ર. ૧૯
બીજા ભદ્રબાહુને સમય દિગબર લેખકોના લેખના આધારે બીજા ભદ્રબાહુને સત્તા સમય વિક્રમની બીજી સદીની આસપાસને પ્રમાણિત થાય છે. અંજાતિની ગાથા ૪૭ માં તેના કર્તા ભટ્ટારક શુભચકે આ બીજા ભદ્રબાહુને પ્રથમત્રધર (આચરાત્રે સુત્રવેત્તા)જણાવેલ છે.
પરંતુ બ્ર, હેમચંદ્રે તેમને શ્રતસ્કધમાં અંગ શ્રતની પરંપરા વિચ્છિન્ન થયા બાદ બીજા ભદ્રબાહુની સત્તાને નિર્દેશ કરેલ છે. વીરનિર્વાણ પછી
કેવળી ૬૨ વર્ષ એકાદશાંગધર વર્ષ ૨૨૦ શ્રુતકેવળી ૧૦૦ ,, એકાંગધર તથા
દશપૂર્વધર ૧૮૩ , અંગદેશધર , ૧૧૮ એ પ્રમાણે વીરનિર્વાણથી ૬૮૩ વર્ષ સુધી અંગશ્રુતની પ્રવૃત્તિ રહીને વિચ્છિન્ન થઈ. આ પ્રમાણે ૬૮૩ વર્ષને ઇતિહાસ લખ્યા પછી હેમચંદે બીજા ભદ્રબાહુના સંબંધમાં તેમના મૃતધંધમાં લખ્યું છે કે
आयवियो भद्रबाहु अगमहणिमित जाणकारो। णिण्णासह कालवसे स चरिमो हु णिमितिओ होदि ॥ અર્થ– આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામી અષ્ટાંગ મહાનિમિત્તના છેલ્લા જાણકાર હતા. ત્યાર પછી કાળવશે નિમિત્ત જ્ઞાનને લોપ થયો.
હવે શુભચંદ્રના કથન અનુસાર ભદ્રબાહુને પ્રથમાંગધર માની લઈએ તો તેમનું અસ્તિત્વ વિક્રમની પહેલી સદીમાં માનવું સંગત થાય છે. પરંતુ બ્રહ્મ. હેમચંદ્ર આદિનું કથન ઠીક માનીને ભદ્રબાહને સમય અંગજ્ઞાનના વિચ્છેદ થયા બાદ માનીએ તો તેનો અર્થ એ થાય છે કે–વીર નિર્વાણ વર્ષ ૬૮૩ (એટલે વિક્રમ સંવત ૨૧૩) પછી નૈમિત્તિક ભદ્રબાહુ થયા. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org