________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૯
૨૯૫ નિર્યુકિતઓ નિયુકિતકાર શ્રી બદ્રબાહુ સ્વામી તે ચૌદ પૂર્વધર શ્રુતકેવળી ભદ્રબાહુ નહિ પણ તેમનાથી ભિન્ન છે તે મેં મારા જૈન, ઇતિહાસ અને સમીક્ષા નામના પુસ્તકમાં સવિસ્તર બતાવેલું હતું તે જ અહીં ઉધ્ધત કરું છું. ૧. શ્રી હેમંદ્રાચાર્યના પરિશિષ્ટ પર્વમાં ચૌદ પૂર્વધર શ્રી બદ્રબાહુ
સ્વામીને ઉલ્લેખ છે. પણ તેમાં તેમણે ભદ્રબાહુ સ્વામીની
નિયુકિતઓ વગેરે બાબતમાં કાંઈ જ લખ્યું નથી. ૨. શ્રી સંઘતિલક સૂરિકૃત
સમ્યકત્વ સપ્તતિકાવૃતિ. ૩. શ્રી જિનપ્રભસૂરિ કૃત
આ ત્રણેય ગ્રંથોમાં ભદ્રબાહુ
સ્વામીને પ્રખર જોતિષી અને વરાહ ઉવસગ્ગહર સ્તોત્ર. |
મિહિરના ભાઈ તરીકે વર્ણવેલા છે. ૪. શ્રી મેરૂતુંગાચાર્ય કૃત
પ્રબંધ ચિંતામણી. . ૫. ભદ્રબાહુ સ્વામીએ રચેલી દશ નિર્યુકિતઓમાંની એક–આવશ્યક નિકિતમાંની ગાથા ૨૩૨માં આર્ય રક્ષિત સ્વામીને ઉલ્લેખ છે અને તે પછી ગાથા ૨૩૫ થી ૨૦ સુધીમાં આઠ નિહવેનું વર્ણન છે.
તેમાં બે નિન્દવ ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી થયેલા છે અને તેમના નિર્વાણ પછી બીજા છ નિન્ટવ મળીને કુલ આઠ નિન્દવનું વર્ણન છે. છેલ્લો નિન્દવ વીર સંવત ૬૦૮ માં થયો તેનું વર્ણન છે.
આ ઉપરથી એટલું સાબિત થાય છે કે નિયંતિકાર ભદ્રબાહુ સ્વામી આઠમા નિન્હવે પછી થયેલા છે. ચૌદ પૂર્વધર શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી તે આઠમ નિન્દવથી ૪૫૦ વર્ષ પહેલાં થઈ ગયેલા હતા. અને ત્રીજાથી આઠમા એમ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org