________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૯
૨૯૩
(૨) સૂત્રકારનાં સમયમાં કાળ સંબંધી વિષમ સ્થિતિ હતી. (૩) સાધુઓને સમુદાય મટે છે.
કલ્પાધ્યયનના પ્રારંભના સૂત્ર અને તેના ભાગથી તો એ વાત વિશેષ સ્પષ્ટ થઈ જાય છે કે આ સૂત્રની રચના દુર્ભિક્ષના સમયમાં તો સલિદેશ (કલિંગદેશને એક પ્રાંત)માં થઈ હતી.
આ ઉપરથી આપણે એમ માની લઈએ કે–
(૧) દુભિક્ષની પહેલાં ભદ્રબાહુએ નિશીથ અધ્યયનની રચના કરી,
(૨) દુભિક્ષના સમયમાં તેમણે તેસલિ દેશમાં રહીને કલ્પઅધ્યયનનું નિર્માણ કર્યું અને
(૩) સુકાળ થયા પછી વ્યવહારસૂત્રનું સંકલન કર્યું, એમ માની લઈએ તે તેથી કંઈ અનુચિત થતું નથી.
ગમે તેમ છે પણ એક વાત તે નિશ્ચિત છે કે દુભિક્ષના સમયમાં શ્રુતકેવળી ભદ્રબાહુ પૂર્વ દેશમાં જ વિચારતા હતા.
આ ત્રણેય છેદ સો (મૂળ સત્ર ફક્ત) ઘણું પ્રાચીન ગણાય છે અને તે શ્રત કેવળી ભદ્રબાહુના હેય કે પછી તેમની જ કક્ષાના બીજા કોઈ જુદા જુદા આચાર્યોએ એ ત્રણે સૂત્રો બનાવ્યા હોય તે ચક્કસ તે જાણી શકાતું નથી. પણ ઘણા સમયથી તે શ્રુતકેવળી ભદ્રબાહુના રચેલા છે એમ જાણીતું છે.
બીજા ગ્રંથો શું છેદ સૂત્ર દશાશ્રુતસ્કંધ માટે એમ મનાય છે કે–આચાર્ય દેવે પોતે જ બનાવેલ દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનને વિસ્તાર કરીને “કલ્પસૂત્ર” રચેલ છે. અને તે ક૫ત્ર પર્યુષણ પર્વમાં જેમાં નિયમિત રીતે વંચાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org