________________
૨૯૦
મૂળ જૈન ધર્મ અને
- વરાહમિહિર મૃત્યુ પામીને વ્યંતર દેવ થયા. અવધિજ્ઞાનથી પિતાના મૃત્યુનું કારણ જૈન સંઘને જાણીને તેણે જૈન સંઘમાં મરકીને ઉપદ્રવ ફેલાવ્યો. આ. ભદ્રબાહુએ તેના નિવારણ માટે તે વખતે “ઉવસગ્નહર સ્તોત્ર” બનાવ્યું અને તેથી ઉપદ્રવની શાંતિ થઈ ગઈ. આ ઉવસગ્ગહર તેત્રની કેટલીક ગાથાઓ અત્યારે પણ ઉપલબ્ધ છે.
આ બીજા ભદ્રબાહુ સ્વામી પાસે ચંદ્રગુપ્ત નામના કોઈ રાજવંશી પુરુષે દીક્ષા લીધી હશે અને તે પછી તેઓ નવા શિષ્યની સાથે દક્ષિણમાં ગયેલા. અને ત્યાં આયુષ્ય ક્ષીણ થવાથી માયસોર પાસેના પર્વત ઉપર અનશન કરી તેમણે સ્વર્ગગમન કર્યું. ત્યારથી તે પર્વત તીર્થ તરીકે પ્રસિદ્ધ થયો.
ભદ્રબાહુના ગ્રંથે ઉપર જણાવ્યું તેમ ભદ્રબાહુ સ્વામી બે થઈ ગયેલા છે. તે બન્નેને પાછળથી એક જ વ્યક્તિ ગણુને બીજા ભદ્રબાહુનું ચરિત્ર પહેલા શ્રત કેવળી ભદ્રબાહુના નામે ચડાવી દીધું છે તેવી જ રીતે ભદ્રબાહુના નામથી જાણીતા થયેલા સર્વ ગ્રંથ શ્રુતકેવળી ભદ્રબાહુના નામે ચડાવી દીધા છે. (જુઓ ત્રિપુટી મહારાજ કૃત જૈન પરંપરાને ઈતિહાસ ભાગ ૧ લો) આ ભૂલ ઘણું વખતથી પરંપરાથી ચાલી આવી છે.
ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ” નામના પુસ્તકમાં તેના કર્તા શ્રી ચીમનલાલ જેચંદ શાહે પણે નિયંતિ વગેરે પુસ્તકો જે બીજા ભદ્રબાહુ સ્વામીનાં છે તે શ્રી શાહે શ્રુતકેવળી ભદ્રબાહુના ઠરાવ્યા છે. શ્રી ચીમનલાલ શાહે તેમનું આ પુસ્તક પરદેશી વિવેચકેના વિચારોને પ્રાધાન્ય આપીને રચેલું છે. અને પ્રાચીન જૈન ગ્રંથને દંતકથા ગણીને તેમાંની વાતોને અમાન્ય ગણું તેની અવગણના કરી છે. એટલું જ નહિ પણું ઘણું બાબતોમાં સત્ય શું છે તેને વિચાર પણ કર્યા વિના પરદેશીઓએ કહ્યું છે તે માનીને ઘણી વાતો ખોટી રીતે રજુ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org