________________
૨૭૮
મૂળ જૈન ધર્મ અને આપણે આગળ જોયું છે કે (જુઓ જૈન સૂ વિચ્છેદ કે ઉપલબ્ધ નામ પ્રકરણમાં આગમ વાચનાની હકીકત–ન. ગિ. શેઠ)
વાલભ્ય સંઘ નગ્નતા ધારણ કરવાળાના વિષયમાં બહુ અનુદાર હતા. અને એ કારણથી મહાગિરિના શિષ્ય બલિસ્સહ તથા સ્વાતિ જેવા સ્થવિરના નામ પણ તેમની યુગ–પ્રધાનાવલીમાં રાખવાની ઉદારતા કરી શક્યા નહિ. આશ્ચર્ય નહિ કે એ સંમેલનમાં દિગંબરોની સાથે મેળmોડ કરવા સબંધી કોઈ પ્રસ્તાવ ઉપસ્થિત થયો હેય. પણ વાલભ્ય સંઘ તથા ખાસ કરીને શાંતિસૂરિના શિષ્યોએ તેને સફળ થવા દીધો નહિ હેય. અને એ કારણથી દિગબર પરંપરાવાળાઓએ શાંતિસૂરિ તથા તેમના શિષ્યોને એ રીતે બદનામ કર્યા હેય.
દિગંબરેએ ઉલ્લેખેલા જિનચંદ્ર કેણુ?
સર્વે દિગંબર લેખકો જિનચંદ્રનું નામ વેતાંબર મત પ્રવર્તક તરીકે જણાવે છે. અને વર્તમાન જૈન આગમે એ જ જિનચંદ્રના બનાવેલા છે એમ બતાવે છે.
આપણે સમજી શકીએ છીએ કે દિગંબના એ “જિનચંદ્ર તે બીજા કેઈ નહિ પણ “જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ” છે કે જેમને સમય વિક્રમની છઠી અને સાતમી સદીને મધ્યભાગ હતે.
જિનભદ્ર તે સમયના શ્વેતાંબર સંપ્રદાયના યુગપ્રધાન આચાર્ય હતા એટલું જ નહિ પણ ક્ટર સાંપ્રદાયિક સિદ્ધાંતકાર પણ હતા. તેમણે વિશેષ આવશ્યક ભાષ્ય આદિ તથા બીજા પ્રકરણ ગ્રંથની રચના કરી છે.
દિગંબર વિદ્વાને તેમની વિરુદ્ધ એટલું બધું બોલે છે તેનું કારણ એ જ છે કે તેમણે દિગંબરેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org