________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૯
૨૮૫ સાથે દંતકથાઓ ઉભી થયેલી છે, કેટલાક વેતાંબર જેને માને છે કે ચંદ્રગુપ્તના વખતમાં બીજી બાર દુકાળી પડેલી તે પછી પણ ભદ્રબાહુ સ્વામી જીવિત હતા, ચંદ્રગુપ્તને સળ સ્વપ્નમાં આવેલાં તેનાં ભદ્રબાહ સ્વામીએ ફળ કહેલા અને તે ઉપરાંત દિગંબરો માને છે કે શ્રુતકેવણી ભદ્રબાહુ પાસે ચંદ્રગુપ્ત સમ્રાટે દીક્ષા લીધેલી અને પછી તેઓ બને દક્ષિણમાં ગયેલા આ સર્વ દંતકથાઓમાં કશું તથ્ય નથી.
અહીં પહેલાં બીજા ભદ્રબાહુ સ્વામીનું ચરિત્ર આપીને પછી તેમના ગ્રંથોને વિચાર કરીશું અને તે પછી દંતકથાઓની નિરાધારતા બતાવીશું તે બતાવવામાં મોટે ભાગે પ્રસિદ્ધ પુરાતત્વવેત્તા ઈતિહાસ વિશારદ પં. શ્રી કલ્યાણવિજ્યજી મહારાજના લેખેને આધાર લીધેલો છે.
બીજ ભદ્રબાહુ સ્વામી તે વરાહમિહિરના ભાઈ અને નિમિત્તા તથા નિયુક્તિકાર ભદ્રબાહુ છે.
નિર્યુકિતકાર અને
નિમિત્તવેત્તા ભદ્રબાહુ દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર (હાલનું પઠણ અથવા પૈઠણ) માં બે બ્રાહ્મણ બંધુઓ હતા તેમના નામ ૧. વરાહમિહિર અને ૨. ભદ્રબાહુ હતા. બન્ને ભાઈઓ સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા તેમજ જ્યોતિષ વિધાના પારગામી હતા.
એક વખત તેમને એક જૈન આચાર્ય મુનિને મેળાપ થયો. તેમના ઉપદેશથી પ્રભાવિત થઈ વૈરાગ્યવંત થઈ આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. કલ્પ કિરણવલીમાં લખ્યું છે કે “પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર તથા ભદ્રબાહુ બને બ્રાહ્મણ બધુઓ પ્રવ્રજિત થયા.” પણ જે આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી હતી. તેમનું નામ આપ્યું નથી.
બંને ભાઈઓએ અલ્પ સમયમાં જ શાસ્ત્ર ભ્યાસમાં બહુ સારી કુશળતા મેળવી. પરંતુ બંને ભાઈઓમાં મુનિશ્રી ભદ્રબાહુ વિશેષ ધીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org