________________
૨૮૪
મૂળ જૈન ધર્મ અને
સુકાળ થતાં શ્રમણુસંધ પાટલીપુત્રમાં એકત્ર થયો ત્યારે એકબીજાને કેટલું કૃત યાદ છે તે પૂછતાં જણાયું કે દુકાળમાં પઠન પાઠન પરિવર્તનની મુશ્કેલીને લીધે ઘણું ભૂલાઈ ગયું હતું. તેથી બધાયે ભેગા મળીને યાદ કરીને અગીયાર અંગ પૂરા કર્યા. પણ બારમું દૃષ્ટિવાદ અંગ જાણનાર કોઈ નહતું.
તે વખતે ભદ્રબાહુ સ્વામી નેપાળમાં મહાપ્રાણ ધ્યાન કરવા ગયેલા હતા. તે ધ્યાનની મુદત બાર વર્ષની હતી. તેથી બારમું દૃષ્ટિવાદ અંગ શિખવાને સ્થૂળભદ્ર પ્રમુખ શ્રમણે નેપાલમાં ગયેલા તેની સંપૂર્ણ વિગત “જૈન સૂત્રો ઉપલબ્ધ કે વિચછેદ ? ” નામના પ્રકરણમાં પહેલી આગમ વાચનાની વિગતની અંદર આપેલી છે તેથી અત્રે તે આપેલ નથી,
શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી વીર સં. ૧૭૦ માં સ્થૂળભદ્રજીને પોતાના પટ પર સ્થાપિત કરીને કલિંગ દેશમાં કુમાર પર્વત ઉપર (હાલ ખંડગિરિ કહેવાય છે તે) પંદર દિવસનું નિર્જળ અનશન કરીને સ્વર્ગવાસી થયા. (જુઓ હેમવંત સ્થવિરાવલી).
આ સિવાય પહેલા શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી સંબંધી કાંઈ વિશેષ માહિતી મળતી નથી.
“જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૧ લામાં” મુનિશ્રીઓ શ્રી દર્શન-જ્ઞાન-ન્યાય વિજ્યજી (ત્રિપુટી મહારાજ) એ પહેલા ભદ્રબાહુ સ્વામીનું વૃત્તાંત આપેલું છે તે આખું ય બીજા ભદ્રબાહુ જે નિમિત્તવેત્તા ભદ્રબાહુ બીજા થઈ ગયા તેમનું જ વૃત્તાંત છે.
એક સરખા નામને લીધે પૂર્વના વખતથી બીજા ભદ્રબાહુનું ચરિત્ર પહેલા શ્રુતકેવળી ભદ્રબાહુના નામે ચડી ગયું છે તેવી જ રીતે બીજા ભદ્રબાહુસ્વામીએ બનાવેલ નિર્યુતિ વગેરે ઘણુ ગ્રથો પણ પરાપૂર્વથી શ્રુતકેવળી ભદ્રબાહુના નામે ચડાવી દીધેલા છે.
તે ઉપરાંત શ્રત કેવળી ભદ્રબાહુને સંબંધ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org