________________
ર૭૬
મૂળ જૈન ધર્મ અને ભદ્રબાહુ સંબંધી મતભેદ દેવસેન અને વામદેવ બીજા નૈમિત્તિક ભદ્રબાહુએ ઉજજયિનીથી દુકાળના કારણે દક્ષિણ તરફ વિહાર કર્યો હતો તે વખતે વેતાંબરની ઉત્પત્તિ બતાવે છે.
રત્નનંદી દુકાળનું વૃતાંત પહેલા મૃતકેવળી ભદ્રબાહુની સાથે જોડે છે. અને તે સમયે ઉજજયિનીમાં અર્ધફાલક મતની ઉત્પત્તિ થઈ એમ લખે છે. અને તે પછી ઘણા સમય પછી વલભીમાં સુકાળના સમયે રાણુના કહેવાથી વેત વસ્ત્રો ધારણ કરવાથી વેતાંબર મત ઉત્પન્ન થવાનું લખે છે.
વ્યંતરદેવ સંબંધી
જુદી જુદી વાતે દેવસેન જિન ચંદ્ર દ્વારા શાંતિ વ્યંતરની સર્વ દ્રવ્યોથી અષ્ટ વિધ પૂજા પ્રચલિત થઈ અને તેમના સમય સુધી તે પૂજા ચાલુ રહી હેવાનું બતાવે છે.
વામદેવ અને રત્નનંદી આઠ આગળ લાંબા ચેરસ લાકડાના પાટી ઉપર વેત વસ્ત્ર સ્થાપન કરી પૂજા કરતા અને તે પૂજા તેમના સમય સુધી ચાલુ રહેલી હોવાનું બતાવે છે.
દેવસેન શાંતિવ્યંતરને નાંબરના પૂજ્ય કુળદેવ માત્ર લખે છે ત્યારે પાછળના બને લેખકે તેમનું “પવું પાસન' નામ હોવાનું લખે છે.
રત્નનંદી શિષ્યો દ્વારા શાંતિના હાડકાં એકઠાં કરી પૂજવાનું અને એ રીતે તેમના સમય સુધી ચાલુ રહેલી તેમ જ તેનું નામ “ખમણદિહડી” પ્રસિદ્ધ હોવાનું લખે છે કે જેના સંબંધમાં પહેલા બે લેખકેએ કશું જ લખ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW