________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૮
૨૭૫
પરંતુ અમે જોઈએ છીએ કે ઘણખરા દિગંબર વિદ્વાને પણ તેને સત્ય માને છે અને એ ખોટી વાતો ઉપરથી વેતાંબર જૈન સંઘને અર્વાચીન કરાવવાની ચેષ્ટા કરે છે.
પ્રાચીન દિગંબર ગ્રંથમાં ઉલ્લેખ નથી
પહેલાં તો દેવસેન ભટ્ટાર વિક્રમની દશમી સદીના, વામદેવ સેળમી સદીનાં અને રત્નનંદી ભટ્ટારક સત્તરમી સદીના લેખકો છે. તેમની પહેલાના કેઈપણ દિગંબર ગ્રંથમાં આવી કથાઓને ઉલ્લેખ નથી.
નિરાધાર વાતે
આવી દશામાં ક્રમશઃ સાડા આઠસો, ચૌદસો અને પંદરસો. વર્ષ પછી નિરાધાર રીતે લખેલી વાતો પોતે જ મહત્વહીન ઠરે છે.
તાંબર ઉત્પત્તિ સંબંધી લેખકોમાં એક વાકયતા નથી
વળી એ સર્વ લેખકની આ વિષયમાં એક વાકયતા પણ નથી.
દેવસેન દુકાળના કારણે દંડ, કંબળ, તુંબી અને શ્વેત વસ્ત્ર ધારણ કરવાના કારણે “વેતાંબર ” નામ પડયાનું બતાવે છે.
વામદેવ લાકડાની પટ્ટી પર શ્વેત વસ્ત્ર સ્થાપન કરીને વ્યંતર દેવની પૂજા કરવાના કારણે “વેતાંબર” નામ પડવાનું લખે છે.
રત્નનંદી રાણું ચંદ્રલેખાના કહેવાથી વેત વસ્ત્ર ધારણ કર્યા તેથી “શ્વેતાંબર મત પ્રગટ થવાનું લખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org