________________
હાલના સંપ્રદાયો પ્ર. ૧૮
૨૭૧
શ્રાવકેની વાત પર સર્વેએ વિચાર કરીને નિર્ણય કર્યો કેજ્યાં સુધી વિષમકાળ છે ત્યાં સુધી એમ જ કરીશું.
અને તેમણે તુંબી પાત્ર ધારણ કર્યા તથા શિક્ષક અને કુતરાઓના ભયથી હાથમાં લાઠી ધારણ કરી. ગૃહસ્થના ઘેરથી આહાર લાવીને એકબીજાને આપવા લાગ્યા અને મકાનના દ્વાર બંધ કરીને ગેખબારીના ઉજાસમાં ભજન કરવા લાગ્યા.
એક દિવસ રાત્રીના સમયે આહાર માટે ગયેલા ક્ષીણકષાય નગ્ન સાધુને જોઈને યશોભદ્રની સગર્ભા સ્ત્રીને રાક્ષસ આવ્યાની બ્રાંતિ થઈ તેથી તે એવી ડરી ગઈ કે તેને ગર્ભપાત થઈ ગયે.
સાધુ તે એમ જ પાછા ચાલ્યા ગયા. પણ આ ઘટનાથી શ્રાવકોમાં હાહાકાર મચી ગયા. તેમણે સાધુઓ પાસે આવીને કહ્યુંમુનિ મહારાજ! સમય બહુ ખરાબ છે. અને આપનું આ રૂપ પણ ભયંકર છે. તેથી સુકાળ થાય ત્યાં સુધી આપ અરધું વસ્ત્ર પહેરીને તથા ખંભે કંબલ રાખીને રાત્રીના સમયે આહાર લેવા આવતા રહે અને દિવસે ભજન કરતા રહે.
શ્રાવકોની પ્રાર્થનાથી સાધુઓએ એમ જ કર્યું અને ધીરે ધીરે તેઓ શિથિલ થઈ ગયા.
બાર વર્ષ પછી દેશમાં ફરીથી સુકાળ થયો ત્યારે વિશાખાચાર્ય દક્ષિણ દેશથી વિહાર કરીને ક્રમશઃ કાન્યકુન્જ (કને જ) નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા.
વિશાખાચાર્ય આવ્યાના ખબર સાંભળીને સ્થૂળાચાર્યે તેમને મળવાને પિતાના શિષ્યને મોકલ્યા. મુનિઓએ જઈને આચાર્યને વંદન ક્યું. પણ તેમણે પ્રતિવંદના ન કરી અને કહ્યું—આ ક નવો મત કાઢયો છે?
સાધુઓ લજિજત થઈને પાછા આવ્યા અને સર્વ વૃત્તાંત પિતાના ગુરુને કહી સંભળાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org