________________
હાલના સંપ્રદાય ક. ૧૬
૨૫૩ હતા તેને તેમણે અસ્વીકાર કરી દીધા અને પિતાના માટે આચાર, વિચાર અને દર્શન વિષયક સ્વતંત્ર સાહિત્યની રચના કરી. તેમાં વસપાત્ર રાખવાને એકાંત નિષેધ કર્યો.
એ એકાંતિક નિષેધના કારણથી તેમને સ્ત્રી મુક્તિ તથા કેવળી ભુક્તિને પણ નિષેધ કરે પડ્યો કારણ કે સ્ત્રીઓને સર્વથા અલક માનવી તે અનુચિત હતું અને વસ્ત્ર સહિત સ્ત્રીને મુકિત માનવાથી વસ્ત્રધારી મુનિઓને નિષેધ કરી શકાય નહિ. તેવી જ રીતે કેવળીનો કવળાહાર માનવાથી તે લાવવા માટે પાત્રને સ્વીકાર કરવો જોઈએ અને તે પછી પાત્રધારી સ્થવિરોનું ખંડન કરી શકાય નહિ.
ઉપર પ્રમાણેની સમીક્ષામાં મુનિશ્રી કલ્યાણ વિજ્યજીએ વેતાંબરની અતિશયોક્તિ જણાઈ તે બતાવી છે તેમજ જે જે વાસ્તવિક્તા લાગી છે તે પણ જણાવી છે. વળી દિગંબર માન્યતાએ એકાંતિક આગ્રહ શ્રી કુંદકુંદાચાર્યના સમયથી જ ધારણ કર્યો તે પણ તેમના જ ગ્રંથેથી બતાવી આપ્યું છે એટલે મુનિશ્રીએ યથાર્થ સમીક્ષા કરી છે તેની વાચકોને ખાત્રી થશે.
દિગંબરેએ બનાવેલી
કાલ્પનિક પટ્ટાવલીઓ વિક્રમની સાતમી સદી પહેલાંના કોઈ પણ લેખ પત્રમાં વર્તમાન દિગંબર પરંપરા સંમત શ્રુતકેવળી, દશપૂ ધર, અંગપાઠી આચાર્યો, ગણે, ગો અને સંઘના નામોલ્લેખ મળતું નથી.
દિગંબર સંપ્રદાય પાસે એક પણ પ્રાચીન પટ્ટાવલી નથી. તેમની પાસેની પટ્ટાવલી સર્વ બારમી સદી પછીની છે. અને તેમાં આપેલા ગુરુકમ તદ્દન અવિશ્વાસનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org