________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૭
૨૫૯ વિહાર કરીને તેઓ મથુરા આવ્યા હશે. ત્યાં કેઈ એક દિવસે વેતાંબર સ્થામાં વર્ણવેલ પ્રસંગ બન્યા હશે તેથી ભૂતબલિ અથવા શિવભૂતિ સંઘથી છૂટા પડયા.
ઉત્તરાપથમાં તેમને મત ચાલી શક્યો નહિ તેથી તેઓ દક્ષિણાપથમાં વિહાર કરી ગયા. પુષ્પદંત પણ ભૂતબલિ સાથે રહેલા અને ભણેલ તેથી તેઓ પણ ભૂતબલિ (શિવભૂતિ)ની સાથે ચાલી નીકળ્યા હશે.
અને તે પછી તેમણે પખંડાગમની રચના કરી તેથી દિગંબર સંપ્રદાયમાં પટખંડાગમ મૂળ સૂત્રના જેવું માનનીય થયું.
વીર સં. ૬૦૬ સુધી જૈન સંધ એક જ હતો. અને તે વખતે સર્વ સાધુઓ તે વખતની વેતાંબર માન્યતા અનુસાર ચર્તતા હતા. એટલે કે વન, જંગલ કે પર્વતમાં નિવાસ કરતા, નગ્ન રહેતા અને વસ્તીમાં (નગરમાં) જતી વખતે અગ્રાવતાર અથવા ચોલપટ્ટ પહેરતા હતા અને ઠંડીમાં ઓઢવા માટે કેબલ સહિત ત્રણ સ્ત્રો રાખતા હતા.
આ ઉપરથી સમજી શકાશે કે ઘરસેનાચાર્ય, પુષ્પદંત તથા શિવભૂતિ અથવા ભૂતબલિ એ સર્વ તે વખતની શ્વેતાંબર માન્યતા પ્રમાણે એક જ જૈન ધર્મના મુનિઓ હતા. એટલે કે કર્મપ્રકૃતિ પ્રાભૂતનું જ્ઞાન આપનાર તથા પખંડાગમ બનાવનાર એ સર્વ દિગંબર સંપ્રદાયના નહિ પણ શ્વેતાંબર માન્યતા મુજબ વર્તનારા મૂળ જૈન સંઘના જ મુનિઓ હતા,
કષાયપાહડ
.*
આચાર્ય ગુણધરે પાંચમા જ્ઞાનપ્રવાદ પૂર્વની દશમી વસ્તુના (વિભાગના) ત્રીજા પ્રકરણ પેજસપાહુડ ઉપરથી ઉદ્ધત કરેલ
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org