________________
૨૬૦
મૂળ જૈન ધર્મ અને
છે. આચાર્ય ગુણધર વિક્રમ સંવત શરૂ થયા પહેલાં એક વર્ષ પહેલાં થયા હતા. તે વખતે જૈન સંઘ એક જ હતો. તેમાં કોઈ ફાંટા પડ્યા હતા.
પરંપરાએ આર્ય મંગુ અથવા મક્ષ તથા આર્ય નાગહસ્તીતે કયાયપાહુડનું જ્ઞાન પ્રાપ્ત થયેલું. અને તેમની પાસેથી આર્ય મંગુના શિષ્ય અને આર્ય નાગહરતીના અંતેવાસી શ્રી યતિવૃષભને તે જ્ઞાન પ્રાપ્ત થયું. તે પછી તેમણે કષાયપાહુડ ઉપર ચૂર્ણ રચી.
આય મંક્ષ (મંગુ) તથા આર્ય નાગહસ્તી એ બન્ને આચાર્યોનાં નામ વેતાંબર પટ્ટાવલીમાં જ છે. પણ દિગંબર પટ્ટાવલીઓમાં તે નામોને પત્તો જ નથી. એટલે તે યતિવૃષભ આચાર્ય પણ કહેતાંબર હોવાને જ સંભવ છે.
એટલે આચાર્ય ગુણધર મૂળ જૈન સંઘના મુનિ હતા. અને ચૂણીકાર શ્રી યતિવૃષભ વેતાંબર જૈન સંપ્રદાયના સાધુ હતા, પણ તે બેમાંથી એકેય દિગંબર સંપ્રદાયના નહતા.
ભગવતી આરાધના ભગવતી આરાધના ગ્રંથ શિવટિ આચા બનાવેલ છે. તે ગ્રંથમાં શિવકટિ આચાર્યે જણાવેલ છે કે પૂર્વાચાર્યોની રચનાના દેહન તરીકે તેમણે ભગવતી આરાધનાની રચના કરી છે.
ભગવતી આરાધનામાં શ્વેતાંબર નિર્યુક્તિઓ તથા ભાગોમાંની સંખ્યાબંધ ગાથાઓ જેમની તેમ અથવા નામ માત્રના ફેરફાર સાથે ઉપલબ્ધ છે.
દિગબર સંપ્રદાયમાં શિવટિ આચાર્યની પહેલાંને કેઈ આરાધના ગ્રંથ નથી. ત્યારે વેતાંબર પરંપરામાં “મહાપચ્ચકખાણુ” આદિ અનેક
અતિ પ્રાચીન આરાધના વિષયના પન્ના તથા દશવૈકાલિક, આવશ્યક નિર્યુક્તિ આદિ પ્રાચીન આગમ અત્યારે પણ મેજુદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org