________________
મૂળ જૈન ધર્મ અને
- દેવસેન કૃત શ્વેતાંબરોની ઉ૫ત્તિની સ્થા
વિક્રમ રાજાના મૃત્યુને ૧૩૬ વર્ષ થયા ત્યારે સૌરાષ્ટ્રમાં વલભી નગરીમાં ભવેતપટ (વેતાંબર ) સંધની ઉત્પત્તિ થઈ
ઉજજયિની નગરીમાં ભદ્રબાહુ નામના એક કુશળ નિમિત્ત શાસ્ત્રવેત્તા આચાર્ય હતા. તેમણે નિમિત્તજ્ઞાનથી ભવિષ્ય જાણુને તેમના સંઘને કહ્યું–અહીં બહુ મોટો દુકાળ થવાને (પડવાને) છે તે પૂરા બાર વર્ષ સુધી રહેશે. માટે સૌએ પિતાના સંઘની સાથે બીજા દેશોમાં ચાલી જવું જોઈએ.
ભદ્રબાહુનું વચન સાંભળીને સર્વ આચાર્યો પિતાના સંઘની સાથે જ્યાં સુકાળ હતો ત્યાં ચાલ્યા ગયા. પણ એક શાંતિ નામના આચાર્ય જે બહુ શિષ્ય પરિવારયુક્ત હતા તે સુંદર સૌરાષ્ટ્ર દેશની વલભી નગરીમાં પહોંચ્યા. તેમના ત્યાં ગયા પછી ત્યાં (વલભીમાં) પણ ઘણો ભયંકર દુકાળ પડ્યો. ત્યાં ભિખારીઓએ માણસેના પેટ ચીરીને તેણે ખાધેલું ભોજન પેટમાંથી કાઢીને ભિખારીઓએ ખાધું.
આ નિમિત્તથી સર્વ સાધુઓએ કંબલ, દંડ, તુંબા તથા ઓઢવાને માટે વેત વસ્ત્ર ધારણ કર્યું. ઋષિને આચાર છોડીને દીનવૃત્તિથી ભિક્ષા માગી લાવ્યા અને ઉપાશ્રયમાં બેસીને યથેચ્છ ભજન કરવા લાગ્યા.
એ પ્રકારનું આચરણ કરતાં કરતાં કેટલોક સમય વીતી ગયે ત્યારે સુકાળ થયો. તે વખતે શાંતિ આચાર્યો તેમના સંઘને બોલાવીને કહ્યું–હવે આ કુત્સિત આચરણને છે. અને એની નિંદા ગહ કરીને ફરીથી મુનીદ્રોના આચાર ગ્રહણ કરે.
એ સાંભળીને તેમના પ્રથમ શિર્ષે કહ્યું–એવું અતિ દુધર આચરણ હવે કોણ ધારણ કરી શકે? ભિક્ષા ન મળવાથી ઉપવાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org