________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૭
૨૫૭
પખંડગમ કષાયપાહુડ ભગવતી આરાધના તત્વાર્થસૂત્ર આ ચારેય ગ્રંથના કર્તાને ઇતિહાસ નીચે પ્રમાણે છે –
પખંડાગમ આચાર્ય ધરસેન સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વતની ગુફામાં ધ્યાન ધરતા હતા. તેમને એક મતે બે પૂર્વનું જ્ઞાન હતું અને બીજા મતે તેઓ એકાંગધારી હતા. તેમણે પિતાને મૃત્યુકાળ નજીક જોઈ ને શ્રુતજ્ઞાન વિચ્છેદ ન જાય તેટલા માટે તેમણે બે મુનિઓને બોલાવીને તેમને સિદ્ધાંત શિખવ્યા, સિદ્ધાંતનું જ્ઞાન આપ્યું. તે ઉપરથી તે શિષ્યોએ બીજા અગ્રાયણ પૂર્વના ચયનલબ્ધિ નામના અધિકારમાં ચોથા પાહુડકર્મપ્રકૃતિપાત ઉપરથી ખડાગમની રચના કરી.
બને શિષ્યોએ ધરસેનાચાર્ય પાસેથી થોડા દિવસના અધ્યયનથી જ સિદ્ધાંતજ્ઞાન મેળવ્યું હતું તે ઉપરથી સમજી શકાય છે કે તેમણે બે પૂર્વનું જ્ઞાન મેળવ્યું હતું. કારણ કે તેટલું જ્ઞાન મેળવતાં ઘણે લાંબે વખત લાગે. એટલે ધરસેનાચાર્ય બે પૂર્વના ધારક નહિ પણ બીજી માન્યતા પ્રમાણે એકાંગધારી હતા એ વાત જ ઠીક લાગે છે.
વળી એ શિષ્યોએ ફક્ત કર્મપ્રકૃતિ પ્રાભૃત ઉપરથી જ પખંડાગમની રચના કરી છે તેથી પણ એમ સમજાય છે કે તેમણે ધરસેનાચાર્ય પાસેથી કમ પ્રકૃતિપ્રાભૂતનું જ જ્ઞાન મેળવ્યું હતું. કારણ કે કર્મપ્રકૃતિપ્રભત એક નાનું અધ્યયન હતું.
આ બે શિષ્યના મૂળ નામ દિગબરેએ ક્યાંય જણાવ્યા નથી. પણ ધરસેનાચાર્ય પાસે અભ્યાસ અષાડ સુદ ૧૫ ને દિને પૂરે થયો ૧૭
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org